Connect with us

Gujarat

વિવિધ જાતના આંબાનો પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉછેર કરી ખેડૂત કમાયો મબલખ નાણાં

Published

on

વાઘોડિયા તાલુકાના અલવાના  ખેડૂત વિક્રમસિંહ મફતસિંહ ચૌહાણ પોતાની ૧૨ વીઘા જમીનમાં વિવિધ જાતના આંબાનો પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉછેર કર્યો છે. જેમાં કેસર, લંગડો, રાજાપુરી, દશેરી, તોતાપુરી, હાફૂસ, આમ્રપાલીની જાતનો સમાવેશ થાય છે. તેમને અલગ વેરાઈટીમાં થાઈલેન્ડની આંબલી પણ ઉગાડી છે. તેમના ખેતરમાં ૨૫૦ આંબાના તથા ૨૫૦ ચીકુના છોડ છે.

છેલ્લા પાંચ વર્ષથી વિક્રમસિંહ ચૌહાણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વિક્રમસિંહ ચૌહાણ જણાવ્યું કે, જીવામૃત, છાણીયું ખાતર, અળસિયાનું ખાતર તથા દિવેલી ખોળ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આંબા મોટા કરવામાં આવ્યા છે. આજ દિન સુધી એક પણ દાણો યુરિયા કે સલ્ફરનો નાખ્યો નથી.

Advertisement

તેમણે ઉમેર્યું કે છેલ્લા વર્ષે અંદાજે રૂપિયા પાંચ લાખની કેરી અને અઢી લાખના ચીકુનું ઉત્પાદન મળ્યું છે.તેની  સામે માત્ર રૂ.૫૦ હજાર જેટલો ખર્ચ થયો છે. આંબાની કલમ વલસાડ તથા તલાલાથી લાવવામાં આવી છે. આ કલમનો ભાવ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા જેટલો હોય છે. વર્ષ દરમિયાન આંબા અને ચીકુ સિવાય તુવેર, દિવેલા, મગની ખેતી કરું છું.કાળી જમીન હોવાથી બાગાયત ખેતીને વધુ અનુકુળ હોય છે.

તેમના ખેતરની  કેસર કેરી ૧૨૦ રૂપિયે કિલો, લંગડો ૧૦૦ રૂપિયે કિલો, રાજાપુરી ૬૦ રૂપિયે કિલો, દશેરી ૧૦૦ રૂપિયે કિલો, તોતાપુરી ૮૦ રૂપિયે કિલો, હાફુસ ૧૫૦  રૂપિયે કિલો, આમ્રપાલી ૧૦૦ રૂપિયે કિલો, સબજા ૧૦૦  રૂપિયે કિલો અને ચીકુ ૮૦ રૂપિયે કિલોના ભાવે બજારમાં  વેચાણ કરવામાં આવ્યા છે.

Advertisement

તેઓ કહે છે કે આંબાના ઉછેર કરવા માટે યોગ્ય  સમયે  પાણી, જીવામૃત અને ઘનજીવામૃત આપો તો રોગથી લઈને દરેક ઉત્પાદનમાં ફરક પડે છે. જીવામૃત વાપરવાથી કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી. અને સાથે ફળમાં પણ વૃદ્ધિ થાય છે. ફ્લાવરિંગ પણ સારામાં સારું આવતું હોય છે. અને જો ઝાડ ઉપર જીવાત બેસી હોય તો તેના ઉપર પણ જીવામૃતનો છંટકાવ કરવો જોઈએ.

રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે,જેને પરિણામે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. વિક્રમસિંહ ચૌહાણે  વિવિધ જાતના આંબાનો   પ્રાકૃતિક ખેત પદ્ધતિથી કર્યો ઉછેર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.

Advertisement

Continue Reading
Advertisement
error: Content is protected !!