Panchmahal
હાલોલમાં સૈયદના ઇમામ જાફર સાદીકની યાદમાં કુંડાના તહેવારની આણંદ ઉત્સાહના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી.
ઈસ્લામ ધર્મના ચોથા ખલીફા સૈયદના ઇમામ જાફર સાદિકની યાદમાં મનાવવામાં આવતા કુંડાના તહેવારની સમગ્ર દેશ સહિત હાલોલ પંથકમાં આજે બિરાદરો દ્વારા આણંદ અને ઉત્સાહના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે દૂધની ખીર અને પુરી બનાવી સગા સંબંધીઓ મિત્રો અને નાના ભૂલકાઓને આમંત્રિત કરી દૂધની ખીર પીરસવામાં આવી હતી. જ્યારે ઇસ્લામ ધર્મના રજબ માસની 22 મી તારીખે મનાવવામાં આવતા સૈયદના ઇમામ જાફર સાદિકની યાદમાં કુંડાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની શક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર અને પુરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદમાં ફાતેહા પડી સગા સંબંધીઓ અને નાના ભૂલકાઓને ઘરે બોલાવી નીયાજ પીરસવામાં આવે છે.જેને લઇ આજે મંગળવારના રોજ વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારોમાં આ તહેવારને લઈ નાના ભૂલકાઓ, પુરુષો અને મહિલાઓ એકબીજાના ઘરે જઈને નિયાઝ નો લાહવો લીધો હતો.