Gujarat
દેશ વિદેશના શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી …

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૨ મી પ્રાગટ્ય જયંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ.. કાજુકતરી, પેંડા, કાજુરોલ, કિટકેટ બરફી વગેરે ૪૨ પ્રકારની વિવિધ મિઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૨ મી પ્રાગટ્ય જયંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. “સ્વામિનારાયણ” મહામંત્રની અખંડ ધૂન, તથા પ્રાગટ્ય જયંતી પર્વે ઓચ્છવ, આરતી વગેરે કાર્યક્રમો શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈને પૂર્વે ન જોઈ અને ન સાંભળી હોય તથા શાસ્ત્રમાં ઉલ્લેખ નથી એવી નૌતમ કલ્યાણની કથા આત્યાંતિક મોક્ષની સરવાણી સર્વોપરી, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને વહેતી કરી છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, સર્વાવતારી છે તેમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં કાર્યો પણ સર્વોપરી છે. આ કળી કાળમાં જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈને જે કાર્ય કર્યા છે એવાં કાર્ય પૂર્વે કોઈએ કર્યા નથી. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈને કયારેય પોતે પોતાના હાથમાં શસ્ત્ર લઈને કોઈને માર્યો નથી પરંતુ પ્રેમ રસાયણ પાઈને જીવોનાં કલ્યાણ જ કર્યા છે.
પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં દ્રઢ આશરો , વિશ્વાસ અને દ્રઢ પ્રીતિ રાખશો તો જીવનમાં અખંડ આનંદ વર્તશે. કળીયુગમાં ભગવાનનું નામ સ્મરણ જ સુખકારી છે. જયારથી જીવ પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો ત્યારથી તે જીવનું આત્યંતિક કલ્યાણ થઇ ચૂક્યું છે. માટે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં દ્રઢ વિશ્વાસ, શ્રદ્ધા, આશરો રાખવો.વળી, કાજુકતરી, પેંડા, કાજુરોલ, કિટકેટ બરફી વગેરે ૪૨ પ્રકારની વિવિધ મિઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આ પાવનકારી અવસરનો લાભ દેશ – વિદેશના હરિભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.