Panchmahal
સામળકુવા ના ભૈળીયા ફળિયાના રહીશોના પાણી માટે પોકાર નલ સે જલ યોજનાનો ફિયાસ્કો
(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા તાલુકાના સામળકુવા ગામના ભૈળીયા ફળિયામાં પાણીની સમસ્યા સર્જાય છે આ વિસ્તારને હેન્ડપંપ તથા બોર ના સ્તર નીચે જતા તેમજ હેન્ડપંપ બગડી જતા પાણી આવતું ન હોવાથી સ્થાનિક રહીશો ને દૂર સુધી પાણી લેવા માટે જવું પડે છે શાળામાં ભણતા બાળકોને પણ પાણી માટે વલખા મારવા પડે છે.
સામળકુવા ગ્રામ પંચાયતમાં આવેલ ભૈળીયા ફળિયા ના પરિવારોને પાણી માટે વલખા મારવા પડે છે પોતાની તથા પશુઓની તરસ છુપાવવા માટે 1 km દૂર સુધી માથા ઉપર ઘડા મૂકી પાણી લેવા માટે જવું પડે છે આ વિસ્તારના બોર થતા હેન્ડપંપના સ્તર નીચે જતા તેમજ હેન્ડપંપ બગડી જતા પાણી આવતું નથી શાળા પાસે આવેલો હેન્ડપંપ બંધ હોવાથી જ્યારે શાળામાં લાઈટ ન હોય ત્યારે બાળકોને પણ પાણી પીવા માટે આમતેમ ભટકવું પડે છે.
સ્થાનિકો દ્વારા વારંવાર આ બાબતની જાણ તલાટી તથા સરપંચને કરવામાં આવી હોવા છતાં આ વિસ્તારના બગડેલા હેન્ડપંપ રીપેર કરવાની કે અહીં ટેન્કરથી પાણી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી નથી પાણી માટે માનવ જીવ સાથે પશુઓને પણ પાણી માટે વલખા મારવા પડે છે મહિલાઓનો આખો દિવસ પાણી ભરવા માં જ નીકળી જાય છે જ્યાં પાણીની જરૂર છે તે જ વિસ્તારમાં નલ સેજલ યોજના સદંતર નિષ્ફળ અને અધૂરી છોડી દેવામાં આવી છે.