Panchmahal
પાંચમા નોરતે હૈયા થી હૈયુ દબાય તેવી માઈભક્તો ની ભીડ
પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા મહાકાલી ના દર્શન માટે લાખોની સંખ્યામાં માય ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું ગતરાત્રિથી પગપાળા અને સંઘો દ્વારા હાથમાં ધ્વજા અને મુખમાં જય માતાજીના જય હો સાથે માંચી ખાતે પ્રવેશ કર્યા બાદ માતાજીના સ્થાન કે પહોંચવા માટે આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે જય માતાજીના ગગનભેદી નારાઓ સાથે એક એક પગથિયું સર કરી સવારે મંદિરના સ્થાનક નજીક પહોંચી ગયા હતા અને નીજ મંદિરના દ્વાર ખુલવાની રાહ જોતા હતા.
સવારે ચાર વાગે નીજ મંદિરના દ્વાર ખુલતા જ માઈ ભક્તો શિસ્ત બંધ રીતે માં મહાકાલી ના દીદાર માટે લાઈનમાં આગળ વધતા નજરે પડ્યા હતા. આજે રવિવાર હોવાથી અને રવિવાર એટલે માતાજી માટેનો અગત્યનો વાર હોવાનું માનવામાં આવે છે જેને લઈને આજે લાખોની સંખ્યામાં માતાજીના દીદાર કરવા માટે માઈ ભક્તો ઉમટી પડ્યા હતા હાથમાં શ્રીફળ લાલ ચુંદડી પ્રસાદનુ પેકેટ અને અગરબત્તી સાથે માતાજીના નીજ મંદિરે પહોંચી મહાકાલી ના દિદાર કરી પોતાની જાતને ધન્ય બનાવતા હતા.
આજે પોલીસ બંદોબસ્ત ને પણ પરસેવો પડે તેવી ભીડ હતી હૈયા થી હૈયુ દબાઈ તેવી ભારે ભીડ વચ્ચે પગ મૂકવાની જગ્યા ન હતી આ ઉપરાંત ભક્તોને માટે મંદિર પરિસર તથા પગથિયા પર અનેક સ્થળોએ સુરક્ષાનો કડક બંદોબસ્ત નજરે પડતો હતો એસટી બસ દ્વારા પૂરતી સારી અને ચોખ્ખી બસો દ્વારા માઈ ભક્તોને ચાંપાનેર થી માંચી સુધી અને માંચી થી ચાપાનેર સુધી લાવતા હતા આ બધા સાથે પાવાગઢ ખાતે ની કાયમી તકલીફ પાણીનું પોત આ વર્ષે પણ પ્રકાશયુ હતું. દસ દિવસે એક વખત પાણી આવે છે પરિણામે સ્થાનિક લોકોને પણ પૈસા ખર્ચીને પાણી લેવું પડે