Chhota Udepur
વડોદરા ખાતે રહેતા પાણીબાર ગામ નાં ૧૫૦ થી વધુ પરિવારો નો પ્રથમ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામ નાં વડોદરા ખાતે નોકરી ધંધાર્થે સ્થાયી થયેલા એવા ૧૫૦ થી વધુ પરિવારો નો પ્રથમ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ શુભ સ્થળ ૐકારેશ્વર મહાદેવ મંદિર,વૈષ્ણવ પાર્ક સોસાયટી,એમ એમ વોરા શો રૂમ ની સામે વડોદરા ખાતે યોજાયો હતો જેમાં પાણીબાર ગામ નાં વડોદરા ખાતે રહેતા તમામ પરિવારોએ એક જ ગામના આટલી મોટી સંખ્યામાં વડોદરા ખાતે પહેલી વખત એક બીજા ને મળવા નો અવસર પ્રાપ્ત થયો હતો, એકત્ર થઇ એક બીજા ની ઓળખાણ થાય એક બીજા ને જ્યારે પણ કોઈ પ્રકારની મદદ ની જરૂર હોય તેવા સમયે ઉપયોગી બને અને તેવા હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં પાણીબાર ગામ નાં વડોદરા ખાતે રહેતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે કિશનભાઇ રાઠવા,વરસનભાઈ રાઠવા,સોમસિંગભાઈ રાઠવા (ગામ પટેલ), અમરસિંભાઈ રાઠવા સહિત નાં એ તમામ પરિવારોનું સંકલન બનાવવા માટે મહત્વની જવાબદારી નિભાવી હતી અને કાર્યક્રમ નું સુંદર રીતે આયોજન કરાયું હતું.
પાણીબાર ગામ નાં અને હાલમાં છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર રહેતા વાલસિંગભાઇ રાઠવા, બોડેલી ખાતે થી પ્રો સુમનભાઈ રાઠવા, ભરૂચ ખાતે થી લાલજીભાઈ રાઠવા,પાવીજેતપુર ખાતે થી મનુભાઈ રાઠવા સહિત નાં પાણીબાર ગામ નાં આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.
મળેલ સમારોહ માં પાણીબાર ગામ નાં અને પિપરીયા કોલેજમાં થી સિનિયર ક્લાર્ક તરીકે સેવાનિવૃત્ત થયેલા રમણભાઈ રાઠવા, વડોદરા એરપોર્ટ માં સેવાઓ આપી સેવાનિવૃત્ત થયેલા સુરેશભાઈ રાઠવા,અંધ વિધ્યાલય માં થી પ્રિન્સિપાલ તરીકે ની સરકારી સેવાઓ માંથી નિવૃત્ત થયેલા વિનોદભાઈ રાઠવા નું પ્રો સુમનભાઈ રાઠવા તથા વાલસિંગભાઈ રાઠવા દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ સ્વરૂચિ ભોજન લીધા બાદ છૂટાં પડ્યાં હતાં.