Vadodara
વરસડા ગામે લીંબચ માતા ના મંદિરે પ્રથમ પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

વડોદરાના ડેસર તાલુકા ના વરસડા ગામે લીંબચ માતા ના મંદિરે પ્રથમ પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં પારેખ સમાજની કુળદેવી માં લીંબચ ના મંદિર ની સ્થાપના આજથી એક વર્ષ પહેલા કરવામાં આવી હતી ડેસર તાલુકામાં પ્રથમ મંદિર વરસડા ગામે સ્થપાયું છે.આ મંદિરે આજે એક વર્ષ પૂર્ણ થયું હતું પ્રથમ પાટોત્સવ માં પારેખ સમાજના આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા . તેમજ વરસડા ગામના અને ડેસર ગામના માઇભક્તો પણ હાજર રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીનું હવન કરી ત્યારબાદ મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું.