Gujarat
૦૧ નવેમ્બર ૨૦૨૩થી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાઓનું આયોજન કરાશે
૨૧ અભ્યાસક્રમોની બે સેશનમાં પરીક્ષાઓ માટે કુલ ૧૦૨ પરીક્ષા કેન્દ્રો ખાતે કુલ ૩૧,૦૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની આગામી તા.૦૧ નવેમ્બરથી વિજ્ઞાન,વિનયન,વાણિજ્ય અને કાયદા વિદ્યાશાખાની સ્નાતક તથા અનુ-સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની સેમેસ્ટર-૩ એ સેમેસ્ટર-પ ની પરીક્ષાઓ યોજાશે.
આ પરીક્ષામાં વિજ્ઞાન,વાણિજ્ય,વિનયન અને કાયદા વિદ્યાશાખાની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ ૨૧ અભ્યાસક્રમોની પરીક્ષાઓ કુલ ૧૦૨ પરીક્ષા કેન્દ્રો પર સવાર અને બપોર એમ બે શેશનમાં આયોજન કરાશે.જેમાં કુલ ૩૧,૦૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.
આ પરીક્ષાઓ દરમિયાન યુનિવર્સિટીના કુલપતિ દ્વારા સવિશેષ તકેદારીના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રો પર યુનિવર્સિટી ઓબ્ઝર્વરની પણ નિમણૂંક કરાઇ છે. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની પરીક્ષાઓ સમય મર્યાદામાં અને વિધાર્થીઓના હિતમાં સંપૂર્ણપણે પારદર્શક, સુરક્ષિત તેમજ સચોટ રીતે લઈ શકાય તે માટે કુલપતિના સીધા માર્ગદર્શન હેઠળ તમામ પરીક્ષા કેન્દ્રો અને યુનિવર્સિટીની ટીમ શિસ્તબધ્ધ રીતે કાર્યરત છે.આ સાથે યુનિવર્સિટી તરફથી પરીક્ષાર્થીઓને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે તેમ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.