Surat

ભાગેડુ આરોપીએ 11 કિલો સોનું બેંકમાં મૂક્યું હતુ

Published

on

(સુનિલ ગાજાવાલા દ્વારા સુરત)
સુરત શહેરનાં વરાછા અને આસપાસના નાગરિકોને કરોડો રૂપિયાનો ચુનો ચોપડનારા અને શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી આઈબીવી ફાઈનાન્સના ભાગેડુ આરોપીઓ પૈકી રાકેશ ભીમાણીને ઈકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રાકેશ ભીમાણીએ જણાવ્યું હતું કે, તેણે ઉચાપત કરેલી મોટા ભાગની ૨કમનું રિઅલ એસ્ટેટમાં રોકાણ કર્યું હતું.જોકે, આ દરમ્યાન તેનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોવાનું જણાવતાં ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જોકે પોલીસ તપાસ આ મામલે મોટા ખુલાસા આગામી દિવસ કરે તેવી શકયતા છે.


પિતા અને પુત્રોએ ઠગાઈમાં મળતી માહિતી અનુસાર, શહેરના વરાછા-સીમાડા સહિત આસપાસના નાગરિકોને સોનાના ઘરેણા સામે ઉંચા વ્યાજે લોન આપવાના નામે ઉઠમણું કરતાં સેંકડો નાગરિકોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. આ આખા પ્રકરણમાં એક પછી એક 85 જેટલા નાગરિકો દ્વારા સ્થાનિક પોલીસ મથકોમાં અરજી કરવામાં આવતાં ઠગાઈનો આંકડો 3 કરોડ સુધી પહોંચી ગયો હતો.

Advertisement

Trending

Exit mobile version