Gujarat
ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીએ દામાવાવ આગમા ખાખ થયેલા ઘરના પીડિત પરિવાર મુલાકાત લીધી
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દામાવાવ ગામે એક ખેડૂતના રહેણાક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં રોકડ રકમ, દાગીના, અગત્યના દસ્તાવેજો સહિત અંદાજિત ત્રણ ચાર લાખની મત્તા બળીને ખાખ થઈ ગઈ હતી.
દામાવાવ ગામે ટેકરી ફળિયા ખાતે રહેતા ગોપાલભાઈ ચંદ્રાભાઈ બારીઆના ઘરે ગઈકાલે સાંજના સુમારે કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી. આગ લાગતા અફડાતફડી મચી હતી. રહેણાંકના ઘરમાં આગ લાગતા આજુબાજુના રહીશો દોડી આવી આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો પરંતુ જોતજોતામાં આગ આખા ઘરમાં ફરી વળતા ઘરમાં રાખેલ તમામ ઘર વખરી, દાગીના તેમજ જરૂરી દસ્તાવેજ જેવી ચીજવસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી જે ઘટના અંગે આજે ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી જે.એમ રાઠવા સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને પીડિતો ને સરકાર દ્વારા સહાય મળે તે માટે કામગીરી કરવામાં આવી હતી અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થળ ઉપર પહોંચી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.