Panchmahal
ઘોઘંબા આદિવાસી સમાજે યુસીસી કાયદાનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું

(અવધ એક્સપ્રેસ)
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં વસતા આદિવાસી સમાજ દ્વારા આજરોજ યુનિફોર્મ સિવિલ કોર્ડમાં તેઓને બાકાત રાખવાની માંગણી સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું
ભારત દેશ વિવિધતાઓમાં એકતા વાળો દેશ છે દેશમાં અલગ-અલગ ધર્મ અને જાતિના લોકો વસવાટ કરે છે તેઓની અલગ અલગ સંસ્કૃતિ પરંપરા અને રીતરિવાજો છે છતાં પણ આપણા દેશમાં એકતા કારણ છે કારણ કે આપણો દેશ બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષતા વારો દેશ છે.
અલગ અલગ રાજ્યોની ભૌગોલિક અને સંસ્કૃતિઓને કારણે ભારતીય બંધારણના ઘડવૈયા દ્વારા દરેક જાતિ અને ધર્મના લોકો માટે બંધારણીય હક આપ્યા છે જો દેશમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે તો બંધારણીય અધિકારો ખતમ થઈ જશે તેવી લોકચર્ચા વચ્ચે આજે ઘોઘંબા આદિવાસી સમાજ દ્વારા ઘોઘંબા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો