Gujarat
સેવા સેતું થકી સરકાર લોકોના દ્વારે આવીને ઉભી છે: જયંતિભાઇ રાઠવા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
નવમાં તબક્કાના ”સેવાસેતુ” કાર્યક્રમ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં કવાંટ મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો. સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય દ્વારા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખુલ્લો મુકાયો હતો.
કવાંટ તાલુકાના કવાટ નગર સહિતના આજુબાજુ ,સહિતના આસપાસના ગામના લોકોએ સેવાસેતુનો લાભ લીધો હતો. રાજ્ય સરકારના વહીવટમાં ઉકેલની ઝડપી વધે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ ”સેવાસેતુ” કાર્યક્રમમાં પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, મા-વાત્સવલ્ય કાર્ડ, મા અમૃત્તમકાર્ડની અરજીઓનો સ્વીકાર, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય જેવી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં જિલ્લા, તાલુકા કક્ષાએ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ યોજવામાં આવતા આ સેવા સેતુ કાર્યક્રમ થકી અત્યાર સુધીમાં અનેક નાગરિકોએ લાભ મેળવેલ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા છેલ્લા ૨૭ વર્ષથી લોકોના કામ માટે લોકોના ઘર આંગણે જઈ, ધક્કા ખવડાવ્યા વગર લોકોના કામો થાય તે માટે સતતપણે પ્રયત્નો થતા રહ્યા છે. જેના ફળ સ્વરૂપે સેવા સેતુ કાર્યક્રમ થકી સરકાર લોકોના દ્વારે આવીને ઉભી છે જેથી લોકોએ સરકારના દ્વારે જવાની જરૂર નથી.
આવા ”સેવાસેતુ” યોજીને ઝડપથી પ્રજાજનોને સીધા લાભો આપવા સરકારે નિર્ધાર કર્યો છે અને સરકારે પ્રજાલક્ષી લાભો સીધે-સીધા સ્થળ પર જ મળી રહે તથા સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.