Chhota Udepur

તમામ સમાજના લોકોને ઘરનું ઘર મળી રહે એ માટે સરકારે યોજના બનાવી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાલ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજના જેવી યોજનાઓ બનાવી સરકારે તમામ સમાજના ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે એવી યોજનાઓ અમલમાં મુકી છે એમ જેતપુર પાવી તાલુકાના કદવાલ ગામના લાભાર્ભી મહેશભાઇ બારિયાએ જણાવ્યું હતું.
સરકાર દ્વારા ગરીબ તબકાના લોકોની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષી શકાય એ માટે વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ બનાવી તેનો સુચારૂ અમલ કરી લોકોનું જીવનધોરણ ઉંચું લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમાં દેશ કુદકેને ભૂસકે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે દેશના તમામ નાગરિકોને પણ સારી અને ગુણવત્તાયુકત સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે સરકાર સતત પ્રયાસરત છે.

Advertisement

વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પણ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે એ મકાટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામના નવાપુરા ફળિયામાં રહેતા મહેશભાઇ બારિયાને પણ પંડિત દિનદયાલ આવાસ યોજનાનો લાભ મળ્યો છે. માહિતી ખાતા સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યું હતું કે, મને પંડિત દિન દયાલ આવાસ યોજના અંતર્ગત આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. પહેલા મારૂં દેશી નળિયાવાળું ઘર હતું.

ચોમાસામાં વધારે વરસાદ થાય ત્યારે મારા ઘરમાં પાણી ગળવાથી મારી ઘરવખરી, અનાજ તેમજ બાળકોના દફતર પણ પલળી જતા હતા. આવાસ યોજનાનો લાભ મળવાથી મારા ઘરના બધાને ખૂબ આનંદ થયો છે. એમ જણાવી તેમણે આવાસની સાથે શૌચાલય પણ બનતા મારા ઘરની મહિલાઓને શૌચક્રિયા માટે હવે બહાર જવું પડતું નથી એમ વધુમાં ઉમેરી તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને દિલથી ધન્યવાદ આપ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version