Gujarat
છ મહિના અગાઉ રાજગઢ અને ઘોઘંબામાં પડેલા જીએસટી ના દરોડામાં ભીનું સંકેલાયું
(ઘોઘંબા તા.૨૮)
ઘોઘંબા તાલુકામાં છ મહિના અગાઉ રાજગઢ તથા ઘોઘંબામાં કેટલાક વેપારીઓને ત્યાં જીએસટીના દોરડા પડ્યા હતા. જીએસટી વિભાગ દ્વારા તપાસ દરમિયાન ભીનું સંકેલાયું હોવાની ચર્ચા જેતે સમયે પામી હતી ઘોઘંબા તાલુકામાં મોટાપાયે બીલોમાં ગોલમાલ કરી જીએસટી ચોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે સિમેન્ટ ડીલરો અને અનાજ કરિયાણાના હોલસેલ વેપારીઓ કાચી પાવતી ઉપર લખી જીએસટીની ચોરી કરતા હોવાની લોકબૂમ ઉઠવા પામી છે. છ મહિના અગાઉ આવી જ ફરિયાદોના આધારે રાજગઢ તથા ઘોઘંબામાં જીએસટી વિભાગે રેડ પાડી હતી રેડ દરમિયાન જીએસટીના અધિકારીઓએ મીડિઆ ઉપર પ્રવેશ બંધી ફરમાવી હતી ત્રણ ચાર કલાકની તપાસ બાદ કોઈપણ માહિતી આપ્યા વગર જીએસટી વિભાગના અધિકારીઓ હોવાનું કહેનાર પોતાની ગાડી લઈને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ જેને ત્યાં રેડ પડી હતી તે લોકોને ઘોઘંબા ફાટકથી દૂર બોલાવી અંદરો અંદર કુંલળીમાં ગોળ ભાંગી મામલો ઠાળે પાડ્યો હતો. ત્યારબાદ જીએસટી વિભાગના કોઈ કર્મચારી ઘોઘંબા કે રાજગઢ તરફ ફરક્યા નથી હાલમાં આ મુદ્દાએ ઘોઘંબામાં ચર્ચા જગાવી છે કે છ મહિના અગાઉ જીએસટીના કર્મચારીઓએ રેડ પાડી હતી તેનું શું થયું ?? જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો કોઈ પ્રત્યુતર ના આવતા લોકોના મનમાં શંકા છે કે છ મહિના અગાઉ જીએસટી ના નામે રેડ પાડી ભીનું સંકેલનારા કર્મચારીઓ અસલી હતા કે નકલી ? જો આ નકલી હોય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી બની છે. અને જો જીએસટીની રેડ અસલી હોય તો વેપારીઓ સામે શું કાર્યવાહી કરી તેનો જવાબ ઘોઘંબાની જનતા શોધી રહી છે.