Panchmahal
હાલોલ કોંગ્રેસ સમિતિએ પેપરકાંડ મામલે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપ્યુ

સુરેન્દ્ર શાહ દ્વારા
હાલોલ તાલુકા કોંગ્રેસસમિતિ દ્વારા આજરોજ હાલોલના પ્રાંત અધિકારીને રાજ્ય સરકારની બિન કાળજી અને ઢીલી નીતિને લઈને હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થવાના મામલે 9,53,000 પરીક્ષાર્થીઓની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ પણે ચીમકી આપવામાં આવી હતી
આવનાર 21 દિવસમાં પુનઃ પરિક્ષાર્થી ની પરીક્ષા નહીં લેવાય તો 11000 વિદ્યાર્થીઓ સાથે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તથા પેપર લીકના ગુનેગારો સામે કડક હાથે કામ લેવા માટેની જાણ કરવામાં આવી હતી. હાલોલ વિધાનસભાના ગત ચૂંટણી ઉમેદવાર અનીશ બારીયા તથા જિલ્લા કોંગ્રેસના સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું