Panchmahal
હાલોલ અભયમ ટીમ પરિવારથી વિખૂટા પડેલા વૃદ્ધ મહિલાની મદદે પહોંચી
પંચમહાલ મહિલા અભયમ ટીમે પરિવારથી વિખૂટા પડી ગયેલા એક વૃદ્ધ મહિલાની મદદ કરીને સરાહનીય કામગીરી કરી હતી.ઘોઘંબાથી એક જાગૃત નાગરિક દ્વારા રાત્રીના સમયે અભયમ ટીમ ૧૮૧ પંચમહાલને ફોન કરેલ હતો.હાલોલ અભયમની ટીમે સમયમર્યાદામાં આ મહિલા સુધી પહોંચી હતી અને જરૂરી મદદ કરી હતી.મહિલા બીમાર અને ગભરાયેલી હાલતમાં હોવાથી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી તથા પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન હાલોલના, કાઉન્સેલર મધુબેન રાઠવા દ્વારા મહિલા સાથે સાંત્વનાપુર્વક વાતચીત કરી હતી.તેમાં તેમણે જાણ્યું હતું કે વૃદ્ધ મહિલાના બે દીકરા વડોદરામાં રહે છે. ઘરમાં પુત્રવધુ દ્વારા મહિલાને હેરાન કરવામાં આવે છે.વૃદ્ધાના પતિ બીમાર છે. અભયમની ટીમ દ્વારા મહિલાના પરિવારને તેમની કાળજી લેવા અને સાથે રાખવા ટકોર કરી હતી. વૃદ્ધ મા-બાપની કાળજી લેવાની સૌકોઈની કાયદાકીય અને સામાજિક જવાબદારી બને છે તે અંગે સમજ આપી હતી.પરીવારે પણ મહિલાની કાળજી લેવા અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઊભી નહિ થાય તેની
ખાત્રી આપી હતી.