Connect with us

Chhota Udepur

મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર આવેલ રંગપુર પોલીસ સ્ટેશનની દર્દભરી દાસ્તાન

Published

on

The harrowing tale of Rangpur Police Station on the border of Madhya Pradesh and Gujarat

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ રંગપુર મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી બોર્ડર ઉપર આવેલું છે મધ્યપ્રદેશથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા રંગપુરની બોર્ડર ઉપરથી પસાર થાય છે આ ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ સ્ટેશન તો બનાવ્યું છે પરંતુ તે પોલીસ સ્ટેશનનું કોઈ મહત્વ જ નથી મુખ્ય રસ્તાથી ૮૦૦ મીટર અંદર ન દેખાય તેવી અવસ્થામાં આ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેમજ રંગપુર ચોકડી થી પોલીસ સ્ટેશન જવાનો રસ્તો કાચો અને ઉબડ ખાબડ હોવાથી સ્થાનિક પોલીસ નો ઘાટ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવા જેવો થાય છે જો પોલીસને ગુનેગારોને કે ગેરકાયદેસર વિદેશી શરાબની હેરાફેર કરનારા ખેપીયાઓની કોઈ બાતમી આપેતો પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનથી મુખ્ય રસ્તા ઉપર આવે ત્યાં સુધી ગુનેગારો ભાગી જતા હોય છે.

Advertisement

The harrowing tale of Rangpur Police Station on the border of Madhya Pradesh and Gujarat

અતિ સંવેદનશીલ ગણાતી આ બોર્ડર ઉપર કાયમી પોલીસની ચોકી બનાવવામાં આવે અને બેરી ટેક ગોઠવવામાં આવે તો કંઈક અંશે ગુનાહિત પ્રવૃત્તિ ઉપર રોક લગાવી શકાય પરંતુ ચોકી ઉપર હાજર પોલીસ કર્મીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની પરમિશન લે ત્યાં સુધી આરોપીઓ ભાગી જતા હોય છે. પોલીસ કર્મીઓને ગુનેગારો સુધી પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કહેવાય છે કે કાનૂનના હાથ લાબા હોય છે. રંગપુર પોલીસનાં હાથ પણ લાંબા છે પરંતુ રસ્તા ના અભાવે ગુનેગારોને પકડવા માટે પગ ટૂંકા પડે છે. આ પોલીસ સ્ટેશન રંગપુર ચોકડી મુખ્ય રસ્તા ઉપર બનાવવામાં આવે તો ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ૧૦૦ વાર વિચાર કરશે અને કંઈક અંશે આવી પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે.હાલમાં સરકાર દ્વારા વિકાસ યાત્રા કાઢવામાં આવી રહી છે વિકાસ તો થયો છે પરંતુ લોકોને પૂરતી સગવડો મળી નથી વિકાસયાત્રાની તેમજ ગુજરાતની પ્રજાની રક્ષા કરતા પોલીસ કર્મીઓની શું પરિસ્થિતિ છે તેના ઉપર કોઈ ધ્યાન આપતું નથી જો આ આરોપીઓ છટકી જાય તો દોષનો ટોપલો પોલીસ ઉપર આવે છે પરંતુ આવી સમસ્યાઓના કારણે પોલીસ પણ મજબૂર હોય છે પોલીસ સ્ટેશનને મુખ્ય રસ્તા ઉપર સ્થળાંતર કરવામાં આવે તે માટે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ તેમજ ધારાસભ્ય ને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી સાંસદ તેમજ ધારાસભ્યના કાર્યક્રમોમાં ખડે પગે ઊભા રહી બંદોબસ્ત આપે છે ત્યારે નેતાઓએ પણ પોતાની જવાબદારી સમજી રંગપુર પોલીસ સ્ટેશનને મુખ્ય રસ્તા ઉપર આવે તેવી સરકારને રજૂઆત કરવી જોઈએ

Advertisement
error: Content is protected !!