Chhota Udepur
આંબખૂંટ માં એકલા રહેતા દાદા દાદી નું મકાન સળગી ગયુ હૈયાફાટ રુદન કોણ કરશે મદદ
(પ્રતિનિધિ કાજર બારીયા દ્વારા)
જેતપુરપાવી તાલુકાના આંબાખૂંટ ગામે મકાનમાં આગ લાગતા ઘર બળીને રાખ થઈ ગયું ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે આસપાસના રહીશોએ બાજુમાં આવેલ હેન્ડ પમ્પ અને કૂવામાંથી પાણી લાવીને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. લોકોએ એક બીજાની મદદથી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી. જોકે પાણીથી આગ ઓલવાય એ પહેલાં સંપૂર્ણ ઘર વખરી બળીને ખાખ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુરપાવી તાલુકાના આંબાખૂટ ગામે નિશાળ ફળિયામાં છગનભાઇ રામસીંગભાઈ ના ઘરમાં સવારના ૭ કલાકની આસપાસ અચાનક આગ લાગી હતી. અચાનક આગ લાગતાં ઘરમાં રહેલો ઘાસચારો તેમજ અનાજ પાણી સહિત ઘર માં મુકેલ પેટીમાં ચાંદીના દાગીના તથા રોકડ રકમ આગમાં બળી જવ પામી હતી . અચાનક લાગેલી આગમાં તમામ ચીજ વસ્તુઓ બળીને રાખ થતા અંદાજિત 2 લાખ રૂપિયા નું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે અચાનક સવારે ઘરમાં આગ જોતા ઘરના સભ્યો એ બૂમા બૂમ કરતા આજુ બાજુ થી લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ગ્રામજનો દ્વારા હેન્ડપંપ અને કૂવામાંથી વાસણો ભરી ભરીને પાણીનો છટકાવ કરવામાં આવ્યો હતો. પરંતુ એકા એક આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો.
આગ લાગતા ઘરના સભ્યો પહેરેલા કપડાં સિવાય અન્ય કોઈ ખાવા પીવા કે ઓડવા પહેરવા માટે કોઈપણ ચીજ વસ્તુઓ બચાવી શક્યા ન હતા. આગમાં તમામ વસ્તુ બળીને રાખ થતા પરિવાર ઉપર અણધારી આફત આવી ચડતા પરિવારજનોમાં માતમ જેવા મળ્યો હતો. નોધારા બનેલો પરીવાર રોડ ઉપર આવી ગયો હતો તંત્ર દ્વારા અસરગ્રતોને તત્કાળ સહાય કરવામાં આવે જેથી ગરીબ પરીવાર પાછો બેઠો થઈ સકે
મહત્ત્વની બાબત એ છે કે, છોટાઉદેપુર.જિલ્લામાં એક માત્ર છોટાઉદેપુર ખાતે ફાયર સ્ટેશન છે. જેતપુરપાવીના અંતરિયાળ વિસ્તારોમાં આકસ્મિક ઘટના બને ત્યારે છેક ૬૫ કિલોમીટર દૂરથી ફાયર આવવામાં બહુ વાર લાગે છે. ફાયર આવે એ પહેલાં જાનમાલને નુકશાન થઇ ચૂક્યું હોય છે. ત્યારે નજીકમાં ફાયરની સગવડ હોવી જરૂરી બની છે.