Vadodara
અહિંસા ના પ્રખર હિમાયતી મહાત્મા ગાંધી ના ગુજરાત માં બની ફાયરીંગ ની ઘટના

સાવલી તાલુકાના મંજુસરમાં સાવલી વડોદરા મુખ્ય હાઇવે ઉપર ભરચક ટ્રાફિકની વચ્ચે અજાણયા ઇસમો દ્વારા સવારે ૧૧ વાગ્યાની આસપાસ બે રાઉન્ડ ફાયરિંગ કરીને 30 વર્ષીય ઈસમની હત્યા કરી સફળતાપૂર્વક ભાગી છૂટ્યા હતા,
વડોદરાજિલ્લાના સાવલી થી વડોદરા નો માર્ગ ૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતો માર્ગ હોવા છતાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા ના રીતસરના ધજાગરા ઉડવા પામ્યા છે
પ્રાથમિક વિગતો પ્રમાણે મૂળ યુપીના અને હાલ વડોદરા ના ગોરવા ખાતે રહેતા ત્રીસ વર્ષીય વિશ્વજિત અમરસિંહ ગુજ્વર કેટરીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો આજે સવારે મંજુસર જીઆઇડીસી ના ગેટ પાસે આવેલ એક હોટલમાં વિવિધ પ્રકારની રસોઈ ના વઘાર કરીને બાઈક ઉપર પરત ફરી રહ્યો હતો તે દરમિયાન બે અજાણ્યા હુમલાખોરોએ રોડની મધ્યમાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા, વાયુવેગે વિસ્તારમાં ફાયરિંગની વાતો પ્રસરતા મંજુસર ગામ તથા મંજુસર જીઆઇડીસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બનાવના પગલે જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાની તપાસ એજન્સીઓની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી સાથે પોલીસ વિભાગે જિલ્લાની તમામ બોર્ડર સીલ કરીને સીસીટીવી ફૂટેજ તેમજ ફોરેન્સિક સાયન્સની મદદથી ગુનેગારોને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી છે