Business

આવકવેરા ભરનારાઓની લોટરી લાગી, નાણામંત્રીએ બજેટમાં બદલ્યા ટેક્સ સ્લેબમાં, હવે નહીં ભરવો પડશે ટેક્સ!

Published

on

નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઈન્કમ ટેક્સ સ્લેબ રેટને લઈને મોટી જાહેરાત કરી છે. જો તમે પણ ટેક્સ ભરો છો તો હવે નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કર્યા છે. સરકારે જૂના ટેક્સ સ્લેબને નાબૂદ કરી દીધા છે. હવેથી તમારે નવા સ્લેબ હેઠળ ટેક્સ ચૂકવવો પડશે.

ચાલો જોઈએ નવા ટેક્સ સ્લેબ

Advertisement
  • 0 થી 3 લાખ – 0 ટકા
  • 3 થી 6 લાખ – 5 ટકા
  • 6 થી 9 લાખ – 10% ટેક્સ
  • 9 થી 12 લાખ – 15% ટેક્સ
  • 12 થી 15 લાખ – 20 ટકા
  • 15 લાખથી વધુ – 30%

નવી કર વ્યવસ્થામાં મુક્તિમાં વધારો થયો છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓના લાભ માટે ઘણી જાહેરાતો કરી છે. આમાં, આવકવેરાના સંદર્ભમાં, નાણામંત્રીએ જાહેરાત કરી કે નવી કર વ્યવસ્થા હેઠળ, 7 લાખ રૂપિયા સુધીની આવક પર રિબેટમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ છૂટ 5 લાખ રૂપિયા સુધી મળતી હતી. આ સાથે આવકવેરાના સ્લેબમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે 7 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે. નોકરિયાત લોકોને આનો લાભ મળશે.

Advertisement

Trending

Exit mobile version