Chhota Udepur
આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” કિશોરી મેળાની ઉજવણી કરાશે

પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
- બેટી બચાવો, બેટી પઢાવો અને પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે
ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા કલ્યાણ પ્રભાવ હેઠળ બેટી બચાવો, બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ “સશક્ત દિકરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ તા.૧૧ થી ૧૩ ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન કિશોરી મેળાની ઉજવણી કરવામાં આવશે. જે અતંર્ગત આજે તા. ૧૨ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે દરબાર હોલ, છોટાઉદેપુર ખાતે કિશોરી મેળો યોજાશે.
કિશોરીઓના જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરવા તથા વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે જાગૃત કરવા, આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય, કિશોરીઓમાં પોતાના પોષણસ્તર વિશેની જાગૃતતા કેળવાય, કિશોરીઓના રોજિંદા આહારમાં મિલેટનો ઉપયોગ થાય, આરોગ્ય, શિક્ષણ, સર્વાગી વિકાસ, સ્વાવલંબી અને ઘરેલું હિંસા વિશે માહિતગાર કરવા, સમાજમાં દિકરી અને દિકરા વચ્ચેના ભેદભાવને દુર કરીને દિકરીઓના જન્મદરમાં વધારો વગેરે હેતુઓ માટે છોટાઉદેપુર જિલ્લાની કિશોરીઓને આ ઉજવણીમાં સહભાગી થવા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.