Chhota Udepur

નવરાત્રી અને દશેરા તહેવારના અનુસંધાને કદવાલ પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની સુચના અંતર્ગત નવરાત્રિના તહેવારોને ધ્યાને રાખી જેતપુરપાવી તાલુકાના કદવાલ પોલીસ મથકે પી.એસ.આઇ. કે.કે.સોલંકી ના અધ્યક્ષસ્થાને આગામી દિવસોમાં નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

જેમાં કદવાલ પોલીસ સ્ટેશનની હદમાં આવતાં વિવિધ વિસ્તારોમાં દર વર્ષની જેમ રાબેતા મુજબ વિવિધ વિસ્તારો ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવ ના સંચાલકો આયોજકો સાથે આજ રોજ કદવાલ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ અંતર્ગત બેઠક મળી હતી.

જેમાં પી.એસ.આઇ. સહિત સમગ્ર પોલીસ સ્ટાફ અને સર્વે નવરાત્રી મહોત્સવના આયોજકો વિવિધ વિસ્તારોના હિન્દુ, મુસ્લિમ સમાજના આગેવાનો તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર બેઠકનું સંચાલન પોલીસ હેડ કોન્સ્ટેબલ નગીનભાઈ રાઠવાએ કર્યું હતું.

Advertisement

આ તકે પી.એસ.આઇ કે. કે. સોલંકી દ્વારા દર વર્ષની જેમ શાંતિ પૂર્વક તહેવારોનો આનંદ ઉત્સવ સાથે સરકારી ગાઇડ લાઇન મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવાઇ રહે તેવી રીતે તહેવારની ઉજવણી કરવા આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસ વિભાગને સ્થાનિક આગેવાનોએ શાંતિ જળવાઈ રહે અને એકતા સાથે નવરાત્રિની ઉજવણી થશે તેવું આયોજન અને કાર્યો કરવાની બાંહેધરી આપી હતી

Advertisement

Trending

Exit mobile version