Panchmahal
પાવાગઢમાં વિકાસ ની લાત ગરીબ દુકાનદારોના પેટ ઉપર વાગી
(દિપક તિવારી દ્વારા)
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ નાં માંચી ખાતેના ચાચર ચોકમાં વહીવટી તંત્ર દ્વારા કાચા પાકા ગેરકાયેસર ૨૭, જેટલા દબાણો કર્યા બાદ માચી થી તારાપુર દરવાજા સુધીના અંદાજિત ૧૦૦, જેટલા પાણીની પરબો, લીંબુ શરબત, ચા, કોફી તેમજ છુટા છવાયા નાસ્તાના પેકેટનો વેપાર કરતા પથારા વાળા ઓ ના દબાણો પાવાગઢ રેન્જ ફોરેસ્ટ દ્વારા દૂર કરાતા હાલમાં પાવાગઢ આવતા યાત્રાળુઓ ખાણીપીણી માટે વલખા મારતા જોવા મળે છે. એક તરફ સ્થાનિક કક્ષાએ રોજગાર છીનવાઈ ગયો જ્યારે બીજી તરફ યાત્રાળુઓ ની સુવિધા પણ છીનવાતા યાત્રાળુઓમાં તેમજ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાવાગઢ ખાતે ગત શુક્રવારથી એટલે કે નવ દિવસથી ચાલી રહેલા મેઘા ડિમોલેશન કાર્યવાહી અંતર્ગત દબાણો સતત દૂર કરવાની પ્રક્રિયાથી (માચી) રેવાપથ થી તારાપુર દરવાજા સુધી ઠેર ઠેર ખંડેર હાલતમાં કાટમાળના ઢગલા જોઈએ યાત્રાળુઓ માં એક પ્રકારે અસલામતી નો માહોલ હોવાનું યાત્રાળુઓમાં ચર્ચાઇ રહ્યું છે.
જ્યારે મોટેભાગે યાત્રાળુઓ રાત્રિના સમયે પાવાગઢ ખાતે આવી જતા હોય છે. ત્યારબાદ મધ્યરાત્રીથી પાવાગઢ ડુંગર પર ચઢવાની શરૂઆત કરતા હોય છે. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ પાવાગઢ ડુંગર પર માંચી ના ચાચર ચોક તેમજ રેવાપથ થઈ તારાપુર દરવાજા સુધી આ આ માર્ગ પર એકાદ બે જગ્યા ને છોડીને તમામ જગ્યાએ એમાં પણ ખાસ કરીને ચાચર ચોકમાં છેલ્લા ઘણા દિવસથી અંધારપટ હોય યાત્રાળુઓ માં ઘનઘોર અંધારાથી ભયનો માહોલ વ્યાપેલો હોવાનું જાણવા મળે છે.
તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા પરંતુ યાત્રાળુઓની સુવિધાઓ તરફ ધ્યાન આપવામાં ન આવ્યું હોવા ની લાગણી યાત્રાળુઓમાં જોવા મળી રહે છે. એમાં પણ ખાસ કરીને પગપાળા ડુંગર પર જતા યાત્રાળુઓને પીવાનું પાણી તેમજ ચા, કોફી, નાસ્તો તેમજ એનર્જી માટે મળતું લીંબુ શરબત બંધ થતાં યાત્રાળુઓ રસ્તામાં નિસાશા નાખતા તંત્ર સામે રોષ ઠાલવતા સાંભળવા મળે છે.
જ્યારે છેલ્લા નવ દિવસથી ગેરકાયદેસર દબાણો ના પગલે બાપદાદાના સમયથી વેપાર ધંધો કરતા અને રોજીરોટી મેળવતા પાવાગઢના વેપારીઓને શનિવારના રોજ હાલોલ વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કારમો પરાજય મેળવનાર અનીષ બારીયા એ પાવાગઢ પહોંચી અસરગ્રસ્તોની મુલાકાત કરી તેઓ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તેમજ તેઓને ન્યાય મળે તે અંગે આવનારા સમયમાં ઉગ્ર રજૂઆતો કરવા અંગે વેપારીઓને હૈયા ધારણા આપી હતી. જો કે અત્રે ઉલ્લેખ્યા છે. કે આ પ્રકારે પ્રજાના પ્રતિનિધિ તરીકે પાવાગઢના વેપારીઓને મળનાર આ એક પ્રથમ પ્રજાના પ્રતિનિધિ હોવાનું જાણવા મળી રહ્યું છે.