Connect with us

Dahod

ઝાલોદની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળની ચૂંટણી યોજાઈ

Published

on

The largest educational institution of Jhalod held elections for Kelvani Mandal

(પંકજ પંડિત દ્વારા)

* રીકેશ પટેલ, મનોજ પટેલ અને મૂકેશ અગ્રવાલનો વિજય

Advertisement

ઝાલોદ નગરમાં આજરોજ તારીખ 21-05-2023 રવિવારના રોજ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં મતદાનનો ટાઈમ સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો હતો. આ ચૂંટણીમાં ટોટલ 757 મતદારો હતા તે પૈકી બે બુથમાં થઈ 515 મતદારો એ મતદાન કર્યું હતું .બપોરના 1 વાગે ચૂંટણીના પરિણામ માટે ગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીના મતદાનની ગણતરી કરતા પહેલા બે મત રદ બાતલ ગણવામાં આવ્યા હતા.

The largest educational institution of Jhalod held elections for Kelvani Mandal

ત્યાર બાદ ટોટલ 513 મતદારો માંથી ગણતરી ચાલુ કરવામાં આવી હતી. કુલ 6 ઉમેદવારોમાં પહેલાં નંબર પર રીકેશ પટેલ 375 વોટ ,બીજા નંબર પર મનોજ પટેલ 278 વોટ અને ત્રીજા નંબર પર મૂકેશ અગ્રવાલ 273 વોટ સાથે વિજેતા બનેલ હતા. બાકીના ઉમેદવારોમાં નરેન્દ્ર જૈનને 145 , રોહિત પટેલ 250 અને શૈલેન્દ્ સિસોદિયાને 218 વોટ મળેલ હતા. જીતેલ ત્રણે ઉમેદવારો સહુ મતદારોનો આભાર માની ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી મનાવતા જોવા મળતા હતા.

Advertisement
error: Content is protected !!