Kheda
બાણું લાખ નુ બીલ ન ભરતા ઠાસરા નગર પાલિકાનુ મીટર અને જીલ્લામાં નગર નુ નાક કપાયું
ખેડા જિલ્લાના ઠાસરા નગર પાલિકા નુ બાકી પડતું વીજ બિલ ન ભરાતા ઠાસરા MGVCL દ્વારા વીજ કનેકશન કાપી નાખતા સ્ટ્રીટ લાઈટો બંધ થતાં શહેર માં અંધારપટ.છવાયો હતો નગર ના હાર્દ સમા મુખ્ય માર્ગો, ટાવર બજાર, રામચોક તથા છેવાડા ના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ થતાં લોકોને અંધારા ઉલેચવાના વારા આવી ગયા છે ત્યારે વીજળી ન હોવાનો લાભ તસ્કરો ઉઠાવે તેવી સંભાવનાઑ સેવાઇ રહીછે રાત્રી દરમ્યાન અને વહેલી સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓ તથા નોકરી જતાં યુવાનો અને વડીલો મોબાઈલ ની ટોર્ચ લાઈટ ના સહારે અવરજ્વર કરી રહ્યા છે..ઠાસરા નગર પાલિકા નુ સ્ટ્રીટ લાઈટ અને વોટરવોક્સ નુ લગભગ 92 લાખ જેટલુ MGCVL નું બિલ બાકી છે…
ઠાસરા નગર પાલિકાને MGVCL કચેરી દ્વારા લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હોવા. છતાં નગર પાલિકા દ્વારા લાઈટ બિલ ના નાણાં ન ભરતા MGVCL દ્વારા સ્ટ્રીટ લાઈટ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે જો નગર પાલિકા દ્વારા વીજબીલ ભરવામાં નહીં આવેતો વિજળી વિના હાલાકી ભોગવતા નગરજનોને પાણી માટે પણ વલખાં મારવા પડસે નગર પાલિકા માં લાખો ની આવક છે તેમજ સરકારી ગ્રાન્ટ પણ આવતી હોય છે છતાં પણ લાઇટ બીલ ન ભરાતા નગરજનો પાલિકા માં અણઘડ વહીવટ ચાલતો હોવાની લોક ચર્ચા કરતાં જોવા મળ્યા હતા
-ઠાસરા નગરના વિવિધ વિસ્તાર માં સ્ટ્રીટ લાઈટ બંધ થતાં અંધારપટ..
-મોબાઇલ અને બેટરી ટોર્ચની લાઈટ ના સહારે ઠાસરા ની જનતા..નગર માં ઠોકરો ખાઈ છે.