Gujarat
જેઠ મહિનો પાણી બચાવવાનો સંદેશો આપેછે આ માસમાં ગરમી ચરમ સીમાએ હોય છે
(સુરેન્દ્ર શાહ દ્વારા)
ગુજરાતી માસમાં જેઠ માસનો શુભારંભ થઈ ગયો છે આ મહિનો પાણી બચાવવાનો સંદેશો આપે છે કારણ આ માસમાં ગરમીનું પ્રમાણ ચરમ સીમાએ હોય છે પાણી ના મોટાભાગના જળ સ્ત્રોત નદી તળાવ કુવાઓ તથા બોર વગેરે સુકાઈ ગયા હોય છે આવી સ્થિતિમાં પાણી બચાવવા માટેનું જ્ઞાન જેઠ માસ આપે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અને પાણીનું મહત્વ સમજાવે છે આ માસમાં ગંગા દશેરા અને નિર્જલા એકાદશી પણ આવે છે આ માસમાં જેઠ સુદ માસના તીજ ના દિવસે રંભાતીજ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસે મહિલાઓ પોતાના પતિ ના આયુષ્ય માટે પૂજા અર્ચના કરે છે એવું માનવામાં આવે છે કે અપ્સરા રંભા એ આ વ્રત રાખ્યું હતું જેણે લઈને આ વ્રતને રંભા તીજ તરીકે ઓળખવામાં આવે છે તારીખ 25 મી થી શરૂ થશે જે તારીખ 3 જૂન સુધી ચાલશે નવતપ માં સૂર્ય તેની પૂર્ણ અવસ્થામાં હોય છે જેને લઇને ગરમીનું પ્રમાણ તેની ચરમ સીમાએ હોય છે આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તથા એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી શરીરને ઠંડક મળે તથા કપડાં પણ સુતરાવ અને ગરમી ન લાગે તેવા તેવા કપડાનો ઉપયોગ કરવો જોઈએ આ જ મહિનામાં 30 તારીખે ગંગા દશેરા નો તહેવાર ઉજવવામાં આવશે જેની વિશેષ પૂજા દાન અને યજ્ઞનું આ દિવસે આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત ભક્તો દ્વારા પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે તથા નદીનું સાફ સફાઈ કામ કરવામાં આવે છે.
આ મહિનામાંજ ભીમ દ્વારા કરવામાં આવેલી નિર્જલા એકાદશી આવશે એ દિવસે એકાદશી કરનાર વ્યક્તિઓ સમગ્ર દિવસ દરમિયાન આવી કકળતી ગરમીમાં પાણી વગરની એકાદશી કરશે જેણે લઈને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે મતલબ ગુજરાતી માસમાં જેઠ મહિનાનું એક આગવું અને અગત્યનું મહત્વ છે.