Editorial

મૂન-મિશન ભારતને સ્પેસ-રેસમાં પછાત સમજતાં દરેક દેશોને સણસણતો જવાબ છે

Published

on

ઈસરો માટે આપણું મૂન-મિશન ફક્ત ચાંદના અભ્યાસ માટે નથી. પણ વર્ષોથી ભારતને સ્પેસ-રેસમાં પછાત સમજતાં એ દરેક દેશોને એક સણસણતો જવાબ છે કે: “હે મોટાં વિકસિત દેશો, હવે એ દિવસો ગયાં, જ્યારે તમે અમને નીચે પછાડવા અને પાછળ રાખવા માટે દરેક પ્રકારના ધમપછાડાં કરતા હતાં. એવી રાજરમતો રમતાં હતાં, જેને લીધે આજે મેળવેલી સિદ્ધિ (અને પ્રસિદ્ધિ) કદાચ અમે વર્ષો અગાઉ જ મેળવી લીધી હોત. છતાં પણ અમે અમારું તન-મન પછડાવીને પણ એવા વૈશ્વિક ધનને મેળવવા માટે (ફિનિક્ષ પક્ષીની જેમ) દરેક વખતે ચેલેન્જ લેવા વધારે મજબૂત બનાવ્યું. જેનું પરિણામ સૌની સામે (એટલે કે ઉપર) છે.”

દોસ્તો સોનલ ડાંગરિયા, મેં બીજી એક વાત પણ કાનને સાંભળવી ગમે એવી જોઈ કે…ગઈકાલે જ્યારે ઇસરોના વડા શ્રીધર સોમનાથને મોદી સાહેબે ફોન પર અભિનંદન પાઠવ્યા ત્યારે એવું કહ્યું કે “આપ કા તો નામ ભી સોમનાથ હૈ, ઔર સોમનાથ કા નામ તો વૈસે ભી ચંદ્ર સે જુડા હુવા હૈ.” વાહ ! આવું જયારે જોઈએ, સાંભળીએ ત્યારે એમ લાગે છે કે આવી ઉત્કૃષ્ઠ ખુશીના મોકા પર…ધર્મની સાથે જ્યારે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ જોડાય, અક્રમ પ્રાર્થના સાથે વિક્રમ પ્રયોગો પણ જોડાય, સ્માર્ટ સાયન્ટિસ્ટ્સની સાથે ભોળાં દેશવાસીઓય જોડાય, અને આખરે એક સાથે અનેકો અનેક જોડાય તો ફિર કૈસા મજા આતા હૈ….ના?

Advertisement
  • સોનલ ડાંગરિયાના મત મુજબ પછી “અશક્ય એટલે શું?” એવો સવાલ પૂછવાની જરૂર લાગે? ના ? રે બાબા ના.?
  • ‘સોમનાથ’ની ખુશી સાથે
  • પહેલા ચંદ્રક અને હવે ચંદ્રને પણ હાંસલ કરવા આગળ વધતા
  • આપણા ભારતની એક ખુશનુમા સ્ત્રી સોનલ ડાંગરિયા ના પ્રણામ 🙏🏻🙏🏻🌙

લેખ સંપાદન-સોનલ ડાંગરિયા

Trending

Exit mobile version