Chhota Udepur
ખટાસ ગામે નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું
(કાજર બારીયાદ્વારા”અવધ એક્સપ્રેસ”)
જેતપુરપાવી તાલુકાના ખટાશ ગામે મનરેગા યોજના અંતર્ગત રૂ.૧૪ લાખના ખર્ચે ગ્રામ સચિવલય નુ વિશ્વ યોગ દિવસે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે લોકાર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ ગામડાઓનો સમતોલ વિકાસ થાય અને તમામ સુવિધાઓથી સભર ગામડું બને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ સંકલ્પને સિદ્ધ કરવા માટે સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે. સરકારના પ્રયાસોથી છોટાઉદેપુર જિલ્લામાં જે નવીન ગ્રામ પંચાયતોનું નિર્માણ થયું છે તેના થકી ગામડાના લોકો સરકારની યોજનાઓનો લાભ લઇ શકશે સાથે ઘર આંગણે તેમના પ્રશ્નોનું નિરાકરણ આવશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોના ફળ નાનામાં નાના ગામડા સુધી ચાખવા મળ્યા છે.
દેશના વિકાસમાં ગુજરાત મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. સમતોલ વિકાસને પ્રાધાન્ય આપવા માટે સરકારે અનેક યોજનાઓ થકી ગ્રાન્ટો ફાળવી છે. અને ગુજરાતના ગામડાઓ આદર્શ ગામડાઓ બને અને શહેરની સમક્ષ બને તે દિશામાં તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ગામડાઓના વિકાસ થાય તે માટે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી થઈ રહી છે છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતો નિર્માણ પામી તે બદલ ધારાસભ્ય તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી તેમજ જિલ્લા વહીવટી તંત્રની અને સરપંચોની કામગીરીને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રમણભાઈ બારીયા, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની, જેતપુરપાવી તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન ઉર્મિલાબેન રાઠવા તાલુકા સદસ્ય સરપંચો દ્વારા ઉપસ્થિત રહી મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પ્રસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.