Gujarat

લીલા હેતુથી કર્યા લગ્ન શૂન્ય પ્લાસ્ટિક લગ્નગ્રંથિમાં બંધાયું નવયુગલ

Published

on

મંગળવારે શહેરમાં સીમોની પટેલના લગ્નમાં આવેલા મહેમાનો આચાર્યચકિત થઈ ગયા જોકે આનંદપૂર્વક તેમનું સ્વાગત થયું હતું તેઓને નાળિયેરના પાણી સાથે આવકારવામાં આવ્યા હતા અને ઘઉંના ઘાસમાંથી બનાવેલા સ્ટ્રો આપવામાં આવ્યા હતા. પાણીના કાઉન્ટર પર પ્લાસ્ટિકની બોટલ કે ગ્લાસમાં હતા તેના બદલે પાણીની ચુસ્કી માગતા લોકો માટે માટીના મોટા વાસણ અને ગ્લાસની વ્યવસ્થા કરવામાં આવી હતી

વડોદરા સ્થિત સસ્ટેનેબિલિટી એક્સપર્ટ (ટકાઉં પણાના નિષ્ણાંત) સૌમ્યા અક્ષત દ્વારા આયોજિત ઝીરો પ્લાસ્ટિક વેડિંગ હતું જેવો ખાસ લગ્ન સમારોહમાં જોડાયા હતા ભારતીય લગ્ન સામાન્ય રીતે સમુધ્ધ શણગાર અને રાધન કળાઓની ભવ્ય જાહેરાતોથી ભરપૂર હોય છે પરંતુ તેની પાછળ ઘણો બગાડ થાય છે હું ભારતીય પરંપરા મુજબ લગ્ન કરવા માગતી હતી પરંતુ વધુ કાર્બન ફૂડપ્રિંટ્સ છોડવા માંગતી ન હતી. તેથી મેં પર્યાવરણને અનુકૂળ મૈત્રી પૂર્ણ લગ્ન કરવાનું નક્કી કર્યું પટેલ એક ફેશન ડિઝાઈનર છે જેઓ યુએસએ ખાતે આવેલ મેસેચ્યુસેટસમાં રહે છે એમ તેમણે જણાવ્યું હતું

Advertisement

પરંતુ તેણીને તે વિશે કેવી રીતે જવું તેની ખાતરી ન હતી તેથી પટેલ કે જેમણે સેવાસી ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં ધ્રુવ પટેલ સાથે લગ્ન કરીને અક્ષતની સર્વીસ સાથે જોડાઈ શૂન્ય કાર્બન ફૂટપ્રિન્ટ લગ્નનું આયોજન કરવા માટે નિષ્ણાંત ની મદદ લેવી તે એક અનોખી બાબત છે પર્યાવરણ જતન માટે કામ કરનાર વ્યક્તિ તરીકે જ્યારે પટેલે મારો સંપર્ક ત્યારે કર્યો ત્યારે હું રોમાંચિત થયો અને મેં આ પર્યાવરણ મૈત્રી પૂર્ણ લગ્નનું આયોજન કરવાની ઓફર સ્વીકારી લીધી એમ અક્ષરતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને જણાવ્યુ હતું

અમે કપ બોટલ અને ડેકોરેટિવ આઈટમ સહિત તમામ પ્લાસ્ટિક પ્રોડક્ટસ પર કાપ મૂકવાનું નક્કી કર્યું માત્ર કાચના વાસણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સજાવટ માટીના વાસણો માટે અશોકના પાંદડા અને કુદરતી ફૂલોથી કરવામાં આવ્યો હતો.

Advertisement

અક્ષતે સમજાવ્યું પોતે એક ફેશન ડિઝાઈનર હોવાથી પટેલે ડિઝાઇનર કપડાને કુદરતી ફેબ્રિક માંથી બનાવ્યા હતા અને તેમાંથી કેટલાક અપસાયકલ કરેલા હતા 250 થી વધારે મહેમાનોની ઉપસ્થિતિમાં થયેલા તે લગ્નની ઉજવણી માટે એક પણ ફટાકડા ફોડવામાં આવ્યો ન હતો ભીના કચરા માટે બચેલા ખોરાકને દાનમાં આપવામાં આવશે અથવા તેનો ઉપયોગ જૈવિક ખાતર બનાવવા માટે કરવામાં આવશે ફૂલો અને અશોક તેમજ કેળાના પાંદડા નું પણ ખાતર બનાવવામાં આવશે એમ અક્ષતે ઉમેરયું નવ વધુના કજીન ઇલુ અમીને કહ્યું કે આ એક અદભુત અનુભવ હતો બધું ઇકો ફ્રેન્ડલી હતું છતાં લગ્ન વયવસ્થામાં કોઈ બાંધછોડ કરવામાં આવી નહોતી કન્યા ખૂબ જ સુંદર દેખાતી હતી મને લાગે છે કે દરેક વ્યક્તિએ આવી ઓછા બગાડની ઉજવણીને અપનાવી જોઈએ

Advertisement

Trending

Exit mobile version