Sports
મોહમ્મદ સિરાજ પાસેથી નંબર-1ની ખુરશી છીનવાઈ, ઓસ્ટ્રેલિયાના આ બોલર પહોંચ્યો ટોચ પર
ICCએ પુરૂષોની વન-ડે ઈન્ટરનેશનલ બોલિંગની રેન્કિંગ જાહેર કરી છે. આ તાજેતરની રેન્કિંગમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજને નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રણ મેચની શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેનોએ સિરાજને જોરદાર રીતે ફટકાર્યો હતો. આ કારણે તેને રેન્કિંગમાં નુકસાન થયું છે.
તમને જણાવી દઈએ કે બુધવારે જાહેર કરવામાં આવેલી ICC બોલિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે નંબર-1 પર કબજો જમાવ્યો છે. તે જ સમયે, સિરાજ હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે. ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેટ બોલ્ટ બીજા નંબર પર છે. બીજી વન-ડેમાં ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શે સાથે મળીને ભારતીય બોલરોને પછાડ્યા હતા. જેના કારણે સિરાજને નંબર વનની ખુરશી ગુમાવવી પડી હતી.
મિચેલ સ્ટાર્કને પણ ફાયદો થયો
મિચેલ સ્ટાર્કને ભારત સામેની બીજી વનડેમાં સારી બોલિંગ કરવાનો ફાયદો મળ્યો છે. તે હાલમાં ICC રેન્કિંગમાં ચોથા ક્રમે છે. પાંચમા નંબરે અફઘાનિસ્તાનનો લડાયક ખાન રાશિદ ખાન છે. સિરાજ સિવાય કોઈ ભારતીય બોલર ટોપ ટેનમાં સામેલ નથી.
શુભમન ગિલ ત્રીજા સ્થાને છે
બેટિંગ રેન્કિંગની વાત કરીએ તો પાકિસ્તાનનો બાબર આઝમ પ્રથમ સ્થાને છે. ભારતનો શુભમન ગિલ પાંચમા ક્રમે છે. વિરાટ કોહલી આઠમા નંબર પર હાજર છે. આ પછી રોહિત શર્મા નવમા સ્થાને છે. 20મા સ્થાને ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયર છે.
વનડેમાં ટોચના ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો બાંગ્લાદેશનો શાકિબ અલ હસન નંબર-1 પર છે. અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને રાશિદ ખાન અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ઓલરાઉન્ડરોની આ યાદીમાં ટોપ 10માં કોઈ ભારતીય ખેલાડી સામેલ નથી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19મા સ્થાને છે.