Gujarat
તાજીયા મહોરમ તહેવારને ધ્યાને રાખીને અમુક નિયંત્રણો સાથે જાહેરનામુ બહાર પડાયુ
તાજીયાઓના કદ બાબતે ઊંચાઈનું યોગ્ય અને નિયત ધોરણ જાળવી રાખવું
વડોદરા શહેરમાં તા. ૧૭/૦૭/૨૦૨૪ ના રોજ મુસ્લિમ સમુદાયનો તાજીયા મહોરમનો તહેવાર આવે છે. જેને ધ્યાને લઈને વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, આ દરમિયાન ટ્રાફિક સરળતાથી ચાલુ રહે તેમજ અન્ય ધર્મના લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તાજીયાની બનાવટમાં અમુક કૃત્યો પર પ્રતિબંધ મૂક્યો છે.
પ્રતિબંધિત કૃત્યો
- કોઇપણ કાગળના તાજીયા બેઠક સહીત ૯ (નવ) ફૂટ કરતા વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા,તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર
- નિયત કરેલ સ્થળ સિવાયના અન્ય સ્થળ પર તાજીયા મૂકવા પર
- કલાકારો જે જગ્યાએ તાજીયાઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યાએ તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુ-બાજુ તથા નજીકમાં કોઇ પણ પ્રકારની ગંદકી કરવા કે, કોઇપણ પ્રકારના તાજીયા રોડ ઉપર જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે રાખવા ઉપર
- તાજીયાઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર
- કોઇ પણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈપણ પ્રકારના વર્તન કરવા પર
- પરમીટમા દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર નીકળવા ઉપર
- સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર્યાવરણના જાહેરનામા મુજબ રાત્રિના ક. ૨૨/૦૦ થી સવારના ક. ૦૬/૦૦ સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.
આ હુકમ તા. ૧૬/૦૫/૨૦૨૪ થી તા. ૧૪/૦૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.