Gujarat
ગુજકેટની પરીક્ષાને લઈને અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

પ્રતિનિધિ, કાજર બારીયા
જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગુજકેટની પરીક્ષા માટે જાહેરનામું બહાર પાડવા માટેની દરખાસ્તના આધારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજકેટ પરીક્ષાના તમામ પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાં મુજબ છોટાઉદેપુર જીલ્લાની એસએફ હાઈસ્કુલ, યુનિટ૨-૧-૨, ડોન બોસ્કો હાઈસ્કુલ, મણીબહેન કન્યા વિદ્યાલય, ઈકબાલ હાઈસ્કુલ જેવા પરીક્ષા કેન્દ્રો પર ખંડની અંદર અને બહાર પરીક્ષા દરમિયાન ૧૦૦ મીટરની ત્રિજ્યામાં જાહેર કે ખાનગી સ્થળો પર સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન વગેરે લઈ જવા પર, ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર તેમજ પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે અનાધિકૃત વ્યક્તિઓ એકત્રિત થવા, કેન્દ્રની અંદર પ્રવેશ કરવા કે વાહન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ, સંચાલકો,સુરક્ષા કર્મચારીઓ વગેરેને આ હુકામ્માંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરવા બદલભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.