Connect with us

Uncategorized

તોલમાપ કે તોડમાપ ચેકિંગ કરવા આવેલા અધિકારીઓ વહેવાર લઈ ચાલ્યા ગયા

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

અવધ એક્સપ્રેસ, તા.૩૦

Advertisement

જેતપુરપાવી તાલુકાના કદવાલ માં તોલમાપના અધિકારીઓ હોવાનું જણાવી વાઈટ કલરની ક્રેટા ગાડી માં આવેલા ઈસમોએ કરિયાણા તેમજ પ્રોવિઝન સ્ટોરો ઉપર જઈ દેખાવ પૂરતી કાર્યવાહી કરી દુકાનદારો પાસેથી તોલમાપના નામે હજારો રૂપિયાનો તોડ કરી ગયા હોવાની લોક ચર્ચા આ વિસ્તારમાં ઉઠવા પામી હતી.

અધિકારીઓ બની કાર્યવાહીના નામે ઉઘરાણી કરી જતા આ અધિકારીઓ સાચા હતા કે કોઈ ઠગો હતા તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. પાવી જેતપુર તાલુકાના ભીખાપુરા કદવાલ પંથકમાં નકલી અધિકારીઓ બની તોડ કરતા હોવાના બનાવ ભૂતકાળમાં બનવા પામ્યા છે. ત્યારે ગતરોજ પણ કેટલાક ઈસમો એટીકેટીમાં સફેદ કલરની ખાનગી વૈભવી ગાડીમાં આવી કદવાલની પ્રોવિઝન સ્ટોર, અનાજ કરિયાણા તેમજ મેડિકલ સ્ટોર ઉપર જઈ દુકાનદારો પાસેથી લાયસન્સ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજોની માંગણી કરી હતી. અને અમે તોલમાપ વિભાગમાંથી આવ્યા છે અને તમારી દુકાનમાં અમારે તપાસ કરવી છે. તમારી દુકાનની ફરિયાદો અમને મળી છે. તેમ કહી દુકાનની અંદર તપાસ કરતા હતા.

Advertisement

તોલમાંપ અધિકારીઓનો રૂઆબ જોઈ દુકાનદારો ગભરાઈ ગયા હતા. અને ગુનામાં ના હોવા છતાં સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે તેવુ વિચારી વેપારીઓએ અધિકારીઓને અમે કોઈ ગુનામાં નથી પરંતુ આપ આવ્યા છો તો ચા પાણી કરાવીએ દુકાનદાર ની ગભરામણ જોઈ અધિકારીઓએ દુકાનદારોને આ બધું સમેટવા માટે તમારે દક્ષિણા આપવી પડશે તેમ કહી જેવી દુકાન જેવો જેનો ધંધો તે પ્રમાણે રોકડ રકમની વસુલાત કરી રવાના થયા હતા.

ત્યારબાદ લોકોને શંકા જાગી કે, આ અધિકારીઓ અસલી હતા કે નકલી કદવાલ ભીખાપુરા પંથકમાં ભૂતકાળમાં નકલી પોલીસ, નકલી અધિકારીઓ બની અબુધ દુકાનદારોને વિવિધ કાયદા બતાવી છેતરી ગયા હોવાનાં અસંખ્ય બનાવ બન્યા છે. ત્યારે કાર્યવાહીના નામે ઔપચારિકતા દર્શાવી ગણતરીના કલાકોમાં ગામની દુકાન ઉપર જઈ રોકડી કરી રવાના થઈ જતા ફરી એકવાર આ વિસ્તારમાં અધિકારીઓના રૂપમાં ઠગો પોતાની કળા કરી ગયા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.

Advertisement

તોલમાપ ના નામે તોડ પાડી જનાર ઈસમો જો નકલી હોય તો અસલી અધિકારીઓએ આવા ઈસમો ઉપર ફરિયાદ દાખલ કરવી જોઈએ અને જો અસલી અધિકારીઓ હોય તો દુકાનદારો તેમને કંઈ જ નહીં કે કારણ કે જાણે છે કે આ બધું વ્યવહાર છે એ તો ચાલ્યા જ કરવાનું.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!