Panchmahal

ભર ઉનાળે હાલોલના બગીચામાં આવેલ પરબ પાણી માટે તરસે છે

Published

on

હાલોલ નગરના ગામ બગીચા ખાતે ઘણા સમય પહેલા દાતા દ્વારા બનાવામાં આવેલ પાણી ની પરબ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે.પાલીકા દ્વારા આ પાણી ની પરબને ફરી થી કાર્યરત કરવા લોકમાંગ ઉઠવા પામી છે.હાલોલ ના વડોદરા રોડ ઉપર આવેલ ગામ બગીચા ના કોર્નર ઉપર હાલોલ ના દાતા દ્વવારા લોકોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે પોતાના ખર્ચે પાણી ની પરબ બનવામાં આવી હતી.પાણીની પરબ માટે જગ્યા પણ આવી સરસ પસંદ કરવામાં આવી હતી કે બગીચામાં આવેલ લોકોને પણ પીવાનું પાણી મળે રોડ ઉપર થી અવર જવર કરતા રાહદારીઓને તેમજ સારવાર માટે રેફરલ હોસ્પીટલ ખાતે આવતા લોકોને પણ આ પરબનો લાભ મળે પરંતુ નગરના દાતાએ પોતાના ખર્ચે બગીચાની જગ્યામાં પાક્કું બાંધકામ કરી તેમાં વોટર કુલર મૂકી પાલિકાને સોંપવામાં આવી હતી.

પ્રાથમિક સમયે તેનો લોકોએ ઘણો લાભ લીધો હતો.પરંતુ સમય જતા તેની દેખભાળ બરાબર ન થતા અને બગીચાની બહાર ઉભી રહેતી ખાણી પીણીની લારી વાળાઓ તેનો દૂર ઉપયોગ કરતા આજે આ પરબ બિસ્માર હાલત માં થઇ ગઈ છે.અને તે હાલ માં પેશાબ ઘર બની ગયું છે.દાન કરનાર વ્યક્તિ એ ઉમદા આશય સાથે આ પરબ તેમના પિતાના સ્મરણાથે બનાવી હતી પરંતુ તેનું બરાબર દેખભાળ ન થતા આજે આવી દશા થઇ ગઈ છે. હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે.તો આ પરબને વહીવટી તંત્ર દ્વારા તેને ફરીથી ચાલુ કરવામાં આવે તો તેનો લોકો લાભ થઇ શકે તેમ છે.આમ પણ વર્ષે દહાડે પાલિકા દ્વારા બગીચાના નિભાવ માટે લાખો નો ખર્ચ કરે છે.તો આ કામ વહેલી ટકે કરવામાં આવે તો તેનો લાભ નગરજનોને મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

Advertisement

Trending

Exit mobile version