Connect with us

Gujarat

દલાલો અને વચેટિયાઓ વચ્ચે પીસાતા ખેડૂતો ની દયનીય હાલત

Published

on

the-pitiable-condition-of-the-farmers-who-are-stuck-between-brokers-and-middlemen

સુરેન્દ્ર શાહ દ્વારા

ખેડૂત બિયારણ લેવા જાય તો મોંઘુ! ખાતર કાળા બજારમાં લેવું પડે! સિંચાઈ માટે વીજળીના ભાવ વધારે અને પાણી લેવા ઉજાગરા કરવા પડે આ બધી તકલીફ વેઠ્યા બાદ પણ તૈયાર થયેલા પાક ના ભાવ માં ગડમથલ જ હોય ભારતની 70% વસ્તી ખેતી ઉપર નિર્વાહ કરેછે છતાં પણ તમામ તકલીફો માત્ર ખેડૂતો નેજ વેઠવી પડેછે કોઈ પણ પાક નો ઉતારો વધુ ઉતરે તો ભાવ તળીયા ના મળે છે આ વખતે લસણનો પાક વધુ પ્રમાણમાં થયો છે પરિણામે જગતના તાત ને ભાવ એક કિલો દીઠ 4 થી 12 રૂપિયા સુધી મળે છે સેમ્પલ જોઈ તેના ચાર વકકલ પાડવામાં આવે છે નિમ્ન કક્ષા, સામાન્ય કક્ષા, ઉત્તમ કક્ષા અને અતિ ઉત્તમ કક્ષા નમુનો જોયા બાદ ભાવ આપવામાં આવે છે એક કિલો લસણનો ભાવ 4 થી 12 વચ્ચે મળેછે પરીણામે ખેડૂતો નિરાશ થયા છે ચોકસીઓ સોના ચાંદીનું પરીક્ષણ કરે તેવી મુદ્રાથી લસણ નૂ પરીક્ષણ વચેટિયા કરતાં હોય છે

Advertisement

the-pitiable-condition-of-the-farmers-who-are-stuck-between-brokers-and-middlemen

હાલમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં હજારોની સંખ્યામાં લસણની ગુણીઓનો ભરાવો થયેલ છે યાર્ડના ગોડાઉન પેક થઈ જતા બોરીઓને ખુલ્લામાં રાખવામાં આવી છે ખેડૂતો ની બદનસીબી છે પાક મબલખ પ્રમાણ માં થાય તો ભાવ પૂરતો મળતો નથી અને વચેટિયા ઓ તથા જથ્થાબંધ વેપારીઓ આજ માલ માંથી મલાઈ કમાઈ છે ગયા વર્ષે લસણ નો ભાવ છૂટક બજારમાં 80 થી 100 રૂપિયે કિલો નો હતો પરીણામે આ વર્ષે ખેડૂતોએ લસણ વાવેતર કરતા પાક વધુ ઉતર્યો ત્યારે ભાવ તળીયે ગયો પરિણામે જગતનો તાત જણાવે છે કે લસણના પાકની ખેતીમાં અમારા દ્વારા કરાવવામાં આવેલ ખર્ચ પણ નીકળ્યો નથી આ વર્ષે લસણ ની ખેતી સાથે અન્ય ખેતી માં અમોને નુકશાન છે અને અમારા ઘરમાં પાણી આવ્યું છે અનાજથી પેટ પાળતા જગતના તાત ને તેમના પરસેવાની યોગ્ય કિંમત કેમ મળતી નથી ખેડૂતો સાથે કાયમ ભેદભાવની નિતી અપનાવવામાં આવે છે આખા વર્ષની 12 હજારની રાહત આપી ખેડૂતોને ખુશ કરવામાં આવે છે અને ખેડૂત ખુશ થઈ જાયછે

  • ખેડૂત બિયારણ લેવા જાય તો મોંઘુ! ખાતર કાળા બજારમાં લેવું પડે! સિંચાઈ માટે વીજળીના ભાવ વધારે અને પાણી લેવા ઉજાગરા કરવા પડે
  • સેમ્પલ જોઈ તેના ચાર વકકલ પાડવામાં આવે છે નિમ્ન કક્ષા, સામાન્ય કક્ષા, ઉત્તમ કક્ષા અને અતિ ઉત્તમ કક્ષા નમુનો જોયા બાદ ભાવ આપવામાં આવે છે એક કિલો લસણનો ભાવ 4 થી 12 વચ્ચે મળેછે
  • ચોકસીઓ સોના ચાંદીનું પરીક્ષણ કરે તેવી મુદ્રાથી લસણ નૂ પરીક્ષણ કરતાં હોય છે
  • આખા વર્ષની 12 હજારની રાહત આપી ખેડૂતોને ખુશ કરવામાં આવે છે અને ખેડૂત ખુશ થઈ જાયછે
error: Content is protected !!