Panchmahal
પાવાગઢ જતાં પદયાત્રી ના માર્ગ માં આવતી અડચણો પોલીસે દૂર કરી
(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ ટાઉન પોલીસ દ્વારા જ્યોતિ સર્કલ થી પાવાગઢ દરવાજા સુધી માર્ગની બંને સાઈડે બનાવવામાં આવેલા ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો ખસેડવામાં આવ્યા છે હાલમાં ચાલતી ચૈત્રી નવરાત્રી ને ધ્યાનમાં રાખીને વડોદરા તરફથી આવતા પગપાળા યાત્રાળુઓ કે સંઘમાં સામેલ માઈ ભક્તોની સુરક્ષા માટે બનાવવામાં આવેલ ફૂટપાથ જે અંદાજે આઠ કિલોમીટર લાંબો છે અને તેની બંને સાઈડ પર લોખંડની રેલીંગ લગાવવામાં આવી છે આ ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણો કરી માસ મચ્છી નો ધંધો કરતા મકાઈ ડોડા ના વેપાર કરતાં કે ચા નાસ્તાની લારીઓ ધરાવતા ઈસમો દ્વારા અડીંગો જમાવવામાં આવ્યો હતો
જેને લઇને પગપાળા કે રાહદારીઓ અથવા સંઘો દ્વારા પાવાગઢ મહાકાલીના દર્શને જતા ભાવિકોને અડચણરૂપ હતા આવા દબાણોને લઈને માઈ ભક્તોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને સમાચાર દ્વારા દબાણો અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેને ધ્યાને લઈને હાલોલ રૂલર પોલીસ દ્વારા ગતરોજ તારીખ 24 ની સાંજે પોલીસ સ્ટાફ તથા જેસીબી સાથે દબાણો ખસેડવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને રાત સુધીમાં મોટાભાગના દબાણો ખસેડવામાં આવ્યા હતા આ અગાઉ ઘણી વખત આ રોડ ઉપર પગપાળા જતા રાહદારીઓના અકસ્માત થયાના દાખલાઓ રેકર્ડ પર છે
આવા અકસ્માતો ન થાય તે માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ આ કામગીરીને બિરદાવવા જેવી છે જોકે આ ફૂટપાથ પર વેપાર ધંધા માટે જગ્યા દબાવી અડચણ ઊભી કરી તેની સાથે ફૂટપાથ ની બાજુમાં રહેવા લાયક ઝૂપડુ બનાવી પરિવાર સાથે રહેતા વ્યક્તિઓને પણ હાલોલ રૂલર પોલીસ દ્વારા ખસી જવા માટેનું કહેતા તેઓ દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હતા 2014માં આનંદીબેનની સરકારે આ રોડ તથા ફૂટપાથને મંજૂર કર્યા બાદ 2017 માં બનાવવામાં આવેલ આ ફૂટપાથ બને તે પહેલા જ આવા નાના વેપારીઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા તે હાલોલ રૂલર પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યા છે અને બાકીના દબાણો ખસેડવા માટે નું કામ આગળ હાથ ધરવામાં આવશે