Entertainment
કરીના-તબ્બુ અને કૃતિનું ‘ધ ક્રૂ’નું પોસ્ટર આવ્યું બહાર, ત્રણેય સુંદરીઓ જોવા મળી એર હોસ્ટેસના લૂકમાં

કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનન રાજેશ કૃષ્ણન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ ક્રૂ’ માટે ચર્ચામાં છે. તાજેતરમાં, ફર્સ્ટ લુક વિડિયો રિલીઝ કરીને આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી હતી. તે જ સમયે, તેનું ફર્સ્ટ લૂક પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં કરીના, કૃતિ અને તબ્બુના લુક્સ સામે આવ્યા છે. આ ફિલ્મ 29 માર્ચે રિલીઝ થશે.
કૃતિએ શેર કર્યું ‘ધ ક્રૂ’નું પોસ્ટર
કૃતિ સેનને ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ ‘ધ ક્રૂ’નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં કરીના કપૂર, તબ્બુ અને કૃતિ એર હોસ્ટેસની ભૂમિકામાં જોવા મળી રહી છે. ત્રણેય અભિનેત્રીઓ તેમના લાલ રંગના ફ્લાઈટ એટેન્ડન્ટ યુનિફોર્મ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. પોસ્ટર શેર કરતી વખતે, કૃતિએ કેપ્શનમાં લખ્યું, ‘ચેક ઇન કરવા માટે તૈયાર રહો, હવે ક્રૂ સાથે ઉડાન ભરવાનો સમય છે.’
રિયા અને એકતા કપૂર પ્રોડ્યુસ કરશે
ફિલ્મ ‘ધ ક્રૂ’માં કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનનને મોટા પડદા પર એકસાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં ત્રણ અભિનેત્રીઓ સિવાય કપિલ શર્મા અને દિલજીત દોસાંજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કોમેડી કિંગ કપિલ આ ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળશે. આ ફિલ્મને એકતા કપૂર અને રિયા કપૂર સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આ પહેલા બંનેએ સાથે ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ બનાવી હતી.
આ ફિલ્મ આ દિવસે સિનેમાઘરોમાં આવશે
‘ધ ક્રૂ’ની વાર્તા વિશે વાત કરીએ તો, આ ફિલ્મ ત્રણ મહિલાઓની વાર્તા પર આધારિત છે, જેમાં એરલાઇન ઉદ્યોગના સંઘર્ષ અને મુશ્કેલીઓને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કરીના, તબ્બુ અને કરીના સ્ટારર ફિલ્મ ‘ધ ક્રૂ’ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે પહેલા નિર્માતા આ ફિલ્મને 22 માર્ચે રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા હતા.