Chhota Udepur
છોટાઉદેપુર નગર માં આંબેડકર ભવન માટે અપાયેલી જગ્યા પર દબાણ હટાવાયુ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
- સીટી સર્વે અધિકારી ની હાજરી માં સરકારી તંત્ર ની મદદ થી દબાણ હટાવવાની કામગીરી કરાઈ
છોટાઉદેપુર નગરમાં વડોદરા હાઈવે રોડ નજીક વસુંધરા મિલ પાછળ ના ભાગે આવેલી સીટી સર્વે નં ૨૪/૮૨ પૈકી ની જગ્યા જેનું ફૂલ ક્ષેત્રફળ ૩૪૦૭ ચોરસ મીટર છે જે માંથી ૨૫૦૦ ચોરસ મીટર જેટલી જગ્યા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી ને આંબેડકર ભવન બનાવવા માટે ફાળવવામાં આવી છે. પરતું આ જગ્યા પર દબાણ હોવાથી સીટી સર્વે દ્વારા દબાણ હટાવવા તા.૧૫ જૂન ના રોજ નોટિસ આપવામા આવી હતી.
પરતું દબાણ કર્તા ઓએ સ્વેચ્છીક દબાણ ન હટાવતાં સીટી સર્વે અધિકારી દ્વારા પોલીસ તેમજ પાલીકા ની મદદ થી આજરોજ દબાણ હટાવ્યું હતું. જેમાં બાંધકામ કરી કરેલ દબાણ તેમજ ઝૂપડા ને જેસીબી મશીન થી હટાવી આ જમીન ખૂલ્લી કરી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી ને સોંપી દેવામાં આવી છે તેમ સીટી સર્વે અધિકારી એ જણાવ્યું હતું.