Dahod
શિકાર છટકી ગયો અને દીપડો ગયો થાળા વગર ના કૂવામાં

લીમખેડા તાલુકાના ખીરખાઈ (દેવધા) ગામના જોખનાભાઇ ડાંગીનાં થાળા વગર ના કુવામાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો રાત્રી ના શિકારની પાછળ દોડતા શિકાર છટકી ગયો અને થાળા વગર ના કૂવામાં દીપડો પડતાં શ્વાસ રુંધાઇ જવાના કારણે દીપડાનુ મોત થયું હતું સવારે ગામની પનીહારીઓ પાણી ભરવા માટે આવતા કુવામાં દીપડાનો મૃતદેહ તરતો જોતાં ગામ લોકોને જાણ કરતાં લોકટોળા ઉમટી પડ્યા હતા બાદમાં ગામના આગેવાનોએ જંગલ ખાતાના અધિકારીઓને જાણ કરતાં વનવિભાગ ના અધિકારીઓએ ઘટના સ્થળે આવ્યા હતા અને કૂવા માથી દીપડાના મૃતદેહ ને બહાર કાઢી સ્થળ ઉપર પીએમ કરી તેના અંતિમ શંસ્કાર કરવામાં આવ્યા હતા.
આજથી છ એક વર્ષ પહેલા વનવિભાગે સર્વે કરાવ્યો હતો કે થાળા વગર ના કૂવા કેટલા છે તે સર્વે કરાવ્યા બાદ માલિકીના કૂવા હોય તો થાળુ કરવાની સૂચના આપવામાં આવી હતી અને સરકારી જમીન મા હોય તો વનવિભાગે જાતે થાળા કર્યા હતા તો સવાલ એ ઊભો થાય છે કે આ કૂવો થાળા વગર નો કેમ બાકી રહી ગયો