Gujarat

હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જીવન જ્યોત સ્કૂલના પ્રિન્સિપાલ સાથે મુલાકાત કરાઈ

Published

on

(પંકજ પંડિત દ્વારા)

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીસદ રાષ્ટ્રીય બજરંગ દળ એ આજે સવારે 11 વાગ્યેના સમય દરમિયાન લીમડી નગર કારઠ રોડ પર આવેલી જીવન જ્યોત વિદ્યાલયમાં જઈને પ્રિન્સિપલ કુલદીપભાઈ મોરીની મુલાકાત કરીને હિન્દુ ધર્મને લઈને ચર્ચા કરી કે શાળામાં અભ્યાસ કરતા છોકરાઓ ને પોતાના હિન્દુ ધર્મ વિશે શિક્ષા આપવાનું ચાલુ થાય અને દર શનિવારે હનુમાન ચાલીસા કરવા માં આવે તે વિષય પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Advertisement

આ સંદર્ભમાં આચર્ય કુલદીપ મોરી દ્વારા પણ આશ્વાસન આપ્યું કે હું પણ એક સનાતની છું એટલે એ મારો ફરજ નઈ પણ મારો ધર્મ છે એટલે દર શનિવારે હનુમાન ચાલીસા કરવાનું હમે ચાલુ કરી દીધું છે ……અને હજી સનાતન ધર્મ વિશે આગળ પણ કરતા રહીશું …. ( રાષ્ટ્રીય બજરંગ દળ ) જેના અંદર ઉપસ્થિતમાં લીમડી રાષ્ટ્રીય બજરંગ દળના પ્રમુખ કમલ ભોઈ, ઉપ પ્રમુખ અરવિંદ ગારી , મંત્રી રોહન માળી ઝાલોદ તાલુકાના પ્રમુખ જીતુ ગારી, ઉપ પ્રમુખ નિલેશ ડાબી ,મંત્રી જીતેન્દ્ર પ્રજાપતી , કારઠના માંગીલાલ લબાના અને ઘણા બીજા કાર્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version