Surat

અમરનાથ યાત્રાને લઈને મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ

Published

on

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાને લઈને મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી ચાલુ કરી દીધી છે. ખાસ પ્રક્રિયા કર્યા બાદ લોકોને મેડીકલ સર્ટીફીકેટ આપવામાં આવે છે. ગાઈડલાઈન મુજબ અમુક ઉંમરના લોકો માટે મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં નહીં આવે.સુરતમાં અમરનાથ યાત્રાને લઈને મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ25 એપ્રિલે શ્રી અમરનાથજીનો કપાટ ખુલ્લી રહ્યો છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આજથી અમરનાથ યાત્રા અર્થે મેડીકલ ફીટનેસ સર્ટીફીકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જોકે સરકારની ગાઈડલાઈન અનુસાર 13 વર્ષથી નીચેના અને 70 વર્ષ ઉપરના લોકોને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મુકવામાં આવેલ હોય તેવા લોકોને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં.

Advertisement

હોસ્પિટલના તંત્ર દ્વારા સારવાર માટે આવનાર દર્દીઓને તકલીફ ના પડે તે માટે હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર પર આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સર્ટીફીકેટ લેવા માટે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે, આપણા દેશમાં ધાર્મિક સ્થળો ઘણા છે. જ્યાં ભક્તો મન ફાવે ત્યાં ફરી શકે છે. પરંતુ અમરનાથ યાત્રા કરવા માટે મેડીકલ ફીટનેસ સર્ટીફીકેટ લેવું ફરજિયાત છે. કારણ કે, અમરનાથ ધાર્મિક સ્થળ ખુબ જ ઉંચાઈએ અને પહાડી વિસ્તારના કારણે ત્યા ઓક્સિજનની કમી હોવાથી ત્યાં લોકોને જવા દેવામાં આવતું નથી, પરંતુ તેની માટે મેડિકલ સર્ટિફિકેટ લેવા જરૂરી છે. જેથી આ યાત્રા કરવા માટે મેડિકલ સર્ટિફિકેટ લેવું જરૂરી છે.

Advertisement

Trending

Exit mobile version