Surat
સુરત શહેર પોલીસ ઝોન -૨ ડિવિઝન વિભાગ દ્વારા ‘તેરા તુઝકો અપૅણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સુનિલ ગાંજાવાલા
સુરતમાં લિંબાયત ,ગોરાદરા ડીંડોલી વિસ્તારમાં સુરત શહેર પોલીસ ઝોન-૨ ડિવિઝન વિભાગ દ્વારા ‘ તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ગોડાદરા, લિંબાયત, ડીંડોલી વિસ્તારમાં નોંધાયેલા ગુનાં નાં 57 કેસોમાંથી ફરિયાદીઓને કુલ રૂપિયા 53,25,325/ પરત કરવા માટે ગોડાદરા ખાતે’ તેરા તુઝકો અપૅણ’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વ્યાજખોરી નો ભોગ બનેલી મહિલાને તેના દસ્તાવેજો પણ પરત સોંપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.