Gujarat
દરિયાઈનું ખારુ પાણી મીઠું બનાવવાનો પ્રોજેકટ પાણી માં બેસી ગયો
(સુરેન્દ્ર શાહ દ્વારા)
મફતમાં મળેલી વસ્તુની કિંમત માણસને રહેતી નથી તેનો જીવતો જાગતો દાખલો ગુજરાત સરકાર આપે છે ગુજરાત રાજ્યના ચાર મુખ્યમંત્રીઓ દ્વારા તેઓના ડ્રીમપ્રોજેક્ટ ની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી 176 ડ્રીમ પ્રોજેક્ટ આજે પણ ધુળ ખાય છે કેટલાક પ્રોજેક્ટ શરૂ થયા પરંતુ અધૂરા છે અને કેટલાક શરૂ જ નથી થયા સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ માં જળ સંકટને હલ કરવા માટે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી દ્વારા મૂકવામાં આવ્યો હતો તે વખતે ઇઝરાયેલના વડાપ્રધાન નિતન્યા હુએ આવ્યા હતા તેવો દ્વારા ખારા પાણીને મીઠું બનાવવા માટેની ટેકનોલોજીથી બનાવેલ બે જીપ રાજ્ય સરકારને ભેટમાં આપી હતી. ઇઝરાયલ માં પણ પાણી ની સમસ્યા છે માટે તેઓ દ્વારા ટેકનૉલોજિ થી મીઠું પાણી બનાવવા માટે જીપ બનાવી એક જીપ ની 1.1 લાખ ડોલર થાય આવી બે જીપ રાજ્ય સરકારને ભેટમાં આપી હતી ઇઝરાઇલ દ્વારા દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટે ઉપરોક્ત જીપ દ્વારા પ્રતિદિન 70,000 થી 80,000 લિટર પાણી મીઠું બનાવતા હતા અને આજે બનાવે છે પરંતુ આપણી સરકારના માણસો દ્વારા ગમે તે કોઈ કારણસર આ સાધનથી પ્રતિદિન 7,000 થી 8000 લિટર પાણી મીઠું કરતાં હતા ગુજરાત પાસે ગુજરાતના ભારતના દરિયા કિનારાનો ૩૦ ટકા હિસ્સોછે એટલે કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે દરિયામાં પાણી ખૂટવાનું નથી પાણી મીઠું બનાવવા માટે પ્રામાણિક પણે કામ કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળ સંકટ છે તેનું નિવારણ થાય અને એ તરફની વિચરતી જાતિના લોકો આઠ મહિના પોતાના પશુધનને લઈને અન્ય રાજ્યોમાં જ્યાં પાણીની વ્યવસ્થા હોય તેવા રાજ્યમાં જાય છે તે વિકટ પ્રશ્નનો હલ પણ થાય આવા 176 ડ્રીમ પ્રોજેક્ટ છે જે રાજ્યના જે તે વખતના મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી ,આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યા હતા.
જેની જાહેરાતો જોર સોર થી થાય પરંતુ બાદમાં આ તમામ પ્રોજેક્ટો પર પાણી ફરી વળ્યું શરૂ થયા હોય તેવા અધૂરા છે અથવા તો ઘણા પ્રોજેક્ટ શરૂ થયા જ નથી ટૂંકમાં એક વાત નિશ્ચિત છે મફતમાં મળેલ વસ્તુની કોઈ કિંમત રહેતી નથી ઇઝરાયેલ દ્વારા આપવામાં આવેલ 2.2 લાખ ડૉલર ની બે જીપ આજે પણ ધૂળ ખાય છે તેવી જ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજ લોકો ખરીદે છે દાખલા તરીકે ઘઉં બે રૂપિયા કિલો અને ચોખા ત્રણ રૂપિયા કિલો ખરીદી ગરીબ માણસો તેનો ખાવામાં ઉપયોગ કરતા નથી પરંતુ કાચા માલના વેપારીઓને 20 કિલોના ભાવે વેચી દે છે આ અનાજ મફત આપવાનો કે સસ્તામાં આપવા માટેનો કોઈ ફાયદો ખરો એક વખત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ જીએ જણાવ્યું હતું કે જાહેર પ્રવચનમાં નાગરિકોને વિનામૂલ્યે કોઈ વસ્તુ આપવી હોય તો ત્રણ જ વસ્તુ આપો શિક્ષણ આરોગ્ય અને ન્યાય આ સિવાયની વસ્તુઓ મફતમાં આપવામાં આવશે તો માણસોના હાડકા હરામ થઈ જશે અને મફતનું ખાવાની ટેવ પડી જશે
* ઇઝરાઇલ દ્વારા દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટે ઉપરોક્ત જીપ દ્વારા પ્રતિદિન 70,000 થી 80,000 લિટર પાણી મીઠું બનાવતા હતા
* ગુજરાત માં પ્રતિદિન 7,000 થી 8000 લિટર પાણી મીઠું કરતાં હતા ગુજરાત પાસે ગુજરાતના ભારતના દરિયા કિનારાનો ૩૦ ટકા હિસ્સોછે એટલે કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે
* 176 ડ્રીમ પ્રોજેક્ટ છે જે રાજ્યના જે તે વખતના મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી ,આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યા હતા. જેની જાહેરાતો જોર સોર થી થાય પરંતુ બાદમાં આ તમામ પ્રોજેક્ટો પર પાણી ફરી વળ્યું
* ઇઝરાયેલ દ્વારા આપવામાં આવેલ 2.2 લાખ ડૉલર ની બે જીપ આજે પણ ધૂળ ખાય છે