Panchmahal
હાલોલ જનતાને મૂંજવતો પ્રશ્ન રોડ નું કામ ચોમાસા પહેલા થશે કે 2024ની ચુંટણી પછી???
(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ જ્યોતિ સર્કલ થી રીંકી ચોકડી સુધીના રોડનું કામ 2024 ની લોકસભાની ચૂંટણી પહેલા પૂર્ણ થશે ખરું આ રોડનું કામ ક્યાં અને કયા કારણસર અટવાયું છે તેની જો કોઈ રાજકારણની કે પદાધિકારીઓને જાણ હોય તો તે જાહેર કરે તેવું પ્રજા ઇચ્છે છે હવે માત્ર 20 દિવસ બાદ વિધિસરનું ચોમાસુ બેસશે તેના પહેલા જો આ રોડનું કામ પૂર્ણ નહીં થાય તો ઓર્થોપેડિક ડોક્ટરો માટે ચાંદી જેવું સાબિત થશે કારણ આ રોડ પર એટલા બધા ખાડાઓ છે કે વ્હીકલ ચલાવતા લોકોને તો ઠીક પરંતુ રાહદારીઓ માટે પણ જોખમકારક સાબિત થશે કામ પૂર્ણ કરવાનો સમય લક્ષ્મણરેખા ઓળંગી ગયો છે અનેક વખત પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રીક મીડિયામાં આ અંગેના સમાચારોમાં પ્રજાનો અવાજ અને તેનો વલોપાત બતાવવામાં આવ્યો છે પરંતુ તંત્ર કે કોન્ટ્રાક્ટર ના પેટનું પાણી હાલતું નથી ખરેખર આ લોકો જાડી ચામડીના મગરો કહેવતને સાચી ઠેરવવાનો પ્રયાસ કરતા હોય એવું લાગે છે.
છ માસ સુધી માત્ર પાંચ કિલોમીટરના રોડનું કામ પૂર્ણ ન થાય તો એ માટે જવાબદાર કોણ તંત્ર કે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ પગલા ભરવામાં કેમ આવતા નથી કે પછી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી પ્રજાને હેરાન કરવાનો કારસો રચવામાં આવ્યો છે કે પછી તંત્રને કાયદાનું જ્ઞાન નથી અથવા તો કાયદાઓ બોખા વાઘ જેવા છે આ તમામ વસ્તુઓનો ખુલાસો માગવાનો પ્રજાને અધિકાર છે પરંતુ પ્રજા સમજદાર છે અને સમજદાર પ્રજાને સાંભળવાનું અને સહન કરવાનો વારો આવ્યો છે કોઈપણ કામમાં પૂર્ણવિરામ આવે જ પરંતુ આ રોડના કામમાં પૂર્ણવિરામ નહીં પરંતુ અલ્પવિરામ પણ આવતું નથી આ કામ ચોમાસાના વરસાદ પહેલા પૂર્ણ થાય તો સારું નહીંતર અનેક લોકો હોસ્પિટલ ખાટલાઓમાં કણસ્તા નજરે પડશે અને એ માટે જવાબદાર કોણ એ વાચકો નક્કી કરશે લોકો ને મૂર્ખ બનાવવા માટે કામકાજ ચાલુ છે તેવું બતાવવા માટે વાહનો ખડકી દેવામાં આવે છે.