Chhota Udepur
રેતી ના કાળા બજરીયા ઓરસંગ નદીનો રેલવે બ્રિજ ભોંયભેગો કરી ને ઝંપસે
પ્રતિનિધિ, કાજર બારીયા
* બ્રિજ તૂટ્યા બાદ મોટી હોનારત સર્જાય પછી તપાસ એજન્સી મૂકવી પડે એના પહેલા તંત્રને સલાહ પાણી પહેલા પાળ બાંધો
છોટાઉદેપુર નગરમાં ઓરસંગ નદીમાં બનાવવામાં આવેલ રોવે બ્રિજ પાસે રાત્રીના સમયે ગેર કાયદેસર રેતી ખનન થતું હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે. છોટાઉદેપુર અલીરાજપુર નેશનલ હાઇવે ઉપર બનાવેલ વર્ષો જુનો બ્રિજ તો હાલ ખખડધજ છે જ જ્યારે અમર્યાદિત રેતી ખનન થતા તેના પાયા દેખાવા લાગ્યા છે. જ્યારે જુના બ્રિજ પાસે રેતી ખૂટી જતા રેલવેના બ્રિજ પાસે રેતી ઉલેચવાની કામગીરી શરૂ થઈ છે. ત્યારે ભવિષ્યમાં રેલવે બ્રિજને પણ નુકસાન થાય તેવા અણસાર જણાઈ રહ્યા છે. રેલવે બ્રિજ ના પીલ્લર ના ફરતે બનાવેલ ફાઉન્ડેશન ના લેવલ પ્રમાણે પણ રેતી નદીમાં નથી રહી છોટાઉદેપુર થી અલીરાજપુર જતા મુખ્ય બ્રિજ પાસે રાત્રી દરમ્યાન રેતીનું ખનન અટકાવવા પ્રજાની માંગ ઉઠી છે.
છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વિસ્તારોમા અસંખ્ય ટન રેતી બહારના શહેરોમાં તથા રાજ્યોમાં જતી રહી છે. જેમાંથી કાયદેસર તથા ગેરકાયદેસર પણ જતી જોવાની હંમેશા પ્રજામાં ચર્ચાઓ રહી છે. હાલમાં રાત્રી દરમ્યાન છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં લિઝ ફાળવેલ નથી ત્યાં નદીમાં રસ્તો બનાવી આડેધડ કોઈપણ જાતના ડર વગર રેતીનું ખનન થઈ રહ્યું છે. જ્યારે છોટાઉદેપુરમાં રેલવે બ્રિજ પાસે રાત્રીમાં રસ્તો બનાવી રેતી ખનન થતું હોય અને ટ્રેક્ટરો મારફતે રેતી બહાર કાઢવામાં આવતી હોય તેવી ફરિયાદ પ્રજામાં ઉઠી છે. સામા કિનારે ખોસ ગામ પણ આવેલું છે. જ્યારે શાળા અને હોસ્ટેલો પણ આવેલી છે. જ્યારે આવનારા સમયમાં બ્રિજને પણ નુકસાન કરી શકે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. બ્રિજના પાયાની ફરતે બનાવેલા ફાઉન્ડેશન ના લેવલ બરાબર પણ રેતી રહી નથી. જ્યારે બ્રિજની આસપાસ રેતીનું ભારે ખોદકામ થઈ ગયું હોય તેમ જણાય રહ્યું છે.
છોટાઉદેપુર નગરમાં આવેલ રેલવે બ્રિજ અને વાહન વ્યવહાર બ્રિજ નજીક પાણીનું વોટર વર્કસ આવેલું છે. જે નગરપાલિકા આધારિત છે જેનાથી ૩૫ હજારની નગરની વસ્તીને પાણી મળે છે પરંતુ સદર જગ્યા ઉપર આડેધડ રેતી ખનન થઈ જતા પાણી જે કુદરતી રીતે રેતીમાં ગળાઈને સંપમાં ઉતરતું હતું જે જોઈએ તેવું ગાળાતું નથી. અને નગરની પ્રજાને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે. જે અંગે જવાબદાર કોણ એ એક ચર્ચાનો વિષય પ્રજા માટે બન્યો છે.
છોટાઉદેપુર નગરમાં પાણીનો પ્રશ્ન પ્રજાને દર ઉનાળામાં સતાવે છે. જે સમસ્યા જટિલ છે ઉનાળો શરૂ થતા પહેલા ઓરસંગ નદી સુકાઇ જાય છે. ત્યારે તે સમસ્યાના નિવારણ અર્થે અંદાજીત ૭ કરોડના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો પરંતુ તેમાં પાણી સંગ્રાહતું નથી. જ્યારે હાલ પાલિકાએ હાફેશ્વરથી પાણી વેચાતું મંગાવવાની ફરજ પડી છે આ સમસ્યા ઓરસંગમાં રેતી ખનન જન શરૂ થયા પછી શરૂ થઈ હતી. હવે છોટાઉદેપુર પાસે પાણી જ નથી દિવસે અંતરે પાણી આવે છે. તે પણ ઓછું આવે છે. જ્યારે વેચાતું મંગાવવું પડે છે. જો હાફેશ્વર યોજના ન હોય તો જોવા જેવો ઘાટ થતો હવે નદીમાંથી રેતી મોટા ભાગે સાફ થઈ ગઈ છે. જો અત્યારે આ હાલ છે તો આવનારા ઉનાળાની ઋતુઓમાં કેવો હાલ થશે એ પણ એક વિચારવા જેવી વાત છે.