Gujarat

રાજગઢ પોલીસે પાંચપથરા ગામે પશુના કોઢીયામાં સંતાડેલો વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પંચમહાલમાં દારૂની બધીનો નાશ કરવા સૂચના આપી હતી તેના અમલવારીના ભાગરૂપે રાજગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ R.S.રાઠોડ પોલીસની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પાંચપથરા ગામે રહેતા તેરસિંગ રાઠવા ઉર્ફે તેરીયો પોતાના રહેણાક વારા મકાનની પાછળના ભાગે આવેલ પશુના કોઢીયામાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ સંતાડી રાખેલ છે બાતમીના આધારે રાજગઢ પીએસઆઇ આર.એસ રાઠોડ ટીમ સાથે બનાવ ના સ્થળે પહોંચી તપાસ કરતા 24 પેટી વિદેશી દારૂ જેની કિંમત ₹1,32,480 તથા દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી બાઈક મળી કુલ રૂપિયા 1,52,480 ના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો

Advertisement

રાજગઢ પીએસઆઇ એ દારૂ જુગાર તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને નાથવા માટે પોલીસના કાબીલ પોલીસ કર્મચારીઓ ચંપકસિંહ,દેવરાજસિંહ, રાહુલકુમાર, અનિલકુમાર તથા રાજેન્દ્રસિંહ નામના યુવા પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી છે પીએસઆઇ આર.એસ રાઠોડના માર્ગદર્શનથી કામ કરતી ટીમે જુગાર તથા વિદેશી દારૂની હેરાફેરી ઉપર બાજ નજર રાખી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ગુનેગારો સામે ઝુંબેશ હાથ ધરતા જુગારી તેમજ દારૂનું વેચાણ કરતા બુટલેગરમાં ફફડાટ ફેલાયો છે

Advertisement

Trending

Exit mobile version