Dahod
રામસાગર તળાવ પીપળાના ઝાડ પર બાજ પક્ષી ફસાતા રેસક્યું કરાયુ

(પંકજ પંડિત દ્વારા ઝાલોદ)
ઝાલોદ રામસાગર તળાવને કિનારે પીપળાનું વૃક્ષ આવેલ છે. વી.એચ.પીનાં કાર્યકર્તા મનીષ પંચાલ તળાવને કિનારે ત્યાં કામ અર્થે ગયેલ હતા. ત્યાં તળાવને કિનારે પીપળાના વૃક્ષ પર અચાનક નજર પડતા ત્યાં એક બાજ પક્ષી ફસાયલું હોવાનું માલુમ પડેલ હતું.
જેથી પ્રકૃતિ પ્રેમી એવા મનિષભાઈ દ્વારા તાત્કાલિક વન વિભાગ અને જી.ઇ.બી નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જી.ઇ.બી અને વન વિભાગની સંયુક્ત ટીમ તળાવ પર આવી પહોંચતા બંને ટીમના સંયુક્ત પ્રયાસ થી બાજ પક્ષીને આઝાદ કરવામાં આવ્યું હતું.
* વી.એચ.પીના કાર્યકર્તા અને પ્રકૃતિ પ્રેમી મનીષ પંચાલની નજર પડતાં તાત્કાલિક વન વિભાગને જાણ કરાઇ.