Connect with us

Panchmahal

હાલોલ મુસ્લિમો દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

Published

on

The reception of the procession by Halol Muslims provided a great example of communal unity

કરોડો હિન્દુઓની આસ્થા નું પ્રતિક એવા ભગવાન શ્રીરામ આજરોજ ચૈત્રી સુદ રામનવમી પાવન અવસરે હાલોલ નગર પ્રભુ શ્રી રામ રંગે રંગાયું હતું અને ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા હાલોલના રાજમાર્ગો ઉપર ફરી હતી સમગ્ર હાલોલ નગરી રામ નગરી બની ગઈ હતી આપણા દેશમાં રામરાજ્યની કલ્પના કરવામાં આવે છે જેમાં જે તે વખતે અયોધ્યા નગરીમાં રામરાજ હતું ત્યારે નગરમાં શાંતિ, સલામતી, પ્રમાણિકતા અને એકતાની ભાવના હતી તેવી રીતે જાણે આજે હાલોલમાં રામરાજ જેવી અનુભૂતિ થઈ હતી. હાલોલ નગરમાં આજરોજ ભગવાન શ્રીરામની ભવ્ય શોભા યાત્રામાં મહંત રામ શરણદાસજી,હજારો રામ ભક્તો સાથે ધારાસભ્ય જયદ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં નીકળી હતી જેમાં મુસ્લિમ સમાજ દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું

The reception of the procession by Halol Muslims provided a great example of communal unity

મુસ્લિમ એકતા સમિતિ દ્વારા શોભાયાત્રા ઉપર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી તેમજ શોભા યાત્રામાં આવેલ રામભક્તો માટે ઠંડાપાણી તેમજ ઠંડાપીણા ની વ્યવસ્થા કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ સમુદાયના યુવાનોએ એક મેક ને હાથ મિલાવી રામનવમી તથા રમજાન માસના અભિનંદન પાઠવ્યા હતા હાલોલ મુસ્લિમ કોમી એકતા સમિતિના બેનર હેઠળ પત્રકાર મકસુદ મલિક તથા મુસ્લિમ યુવાનો દ્વારા શોભાયાત્રા ના સ્વાગત કરવાની તૈયારી કરી દીધી હતી હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમજાનમાં ચાલી રહ્યો હોય મુસ્લિમ સમાજ દ્વારા રોજા ઇફ્તાર કરી શોભાયાત્રા ના સ્વાગત માં લાગી ગયા હતા અને પોતે આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી શોભા યાત્રામાં આવેલા રામ ભક્તોને ઠંડા પીણા તથા પાણીની બોટલો આપી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું શોભાયાત્રામાં શરૂઆતથી અંત સુધી પદયાત્રા કરનારા હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહ પરમારનું મુસ્લિમોએ ફૂલહાર પહેરાવી સ્વાગત કરી શ્રીરામના જન્મ જયંતીના અભિનંદન પાઠવ્યા હતા ભગવાન શ્રીરામની જન્મ જયંતી નિમિત્તે છેલ્લા કેટલાય દિવસથી યુવાનો દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી હતી.

Advertisement

હાલોલ નગરમાં ભગવા તોરણ તેમજ ઝંડા લગાવવામાં આવ્યા હતા અને આજરોજ ડીજે સાથે ભગવાન શ્રીરામનું ભવ્ય કટ આઉટ મૂકી હાલો નગરમાં વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરાવવામાં આવી હતી. હાલોલ નગરવાસીઓએ ભવ્ય શોભાયાત્રા તથા રામભક્તોનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી. હાલોલ પોલીસે ટ્રાફિક તથા શોભાયાત્રાના બંદોબસ્ત માટે પ્રશંસનીય કામગીરી કરી હતી રામભક્તો દ્વારા જય શ્રી રામના જય ઘોષ સાથે હાલોલ નગરમાં શાંતિમય વાતાવરણમાં નીકળેલી શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું

Advertisement
error: Content is protected !!