Gujarat
લાખો વિદ્યાર્થીઓના રાહતનો આવ્યો અંત….ધો-12ના બંને પ્રવાહનું રિઝલ્ટ થયું જાહેર, જાણો કેવી રીતે ચેક કરવું રિઝલ્ટ
આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંસર શીટ ચેક કરવાનું કામ પણ વહેલું પૂરું કરવામાં આવ્યું છે. આજે ધોરણ 12ના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ સવારે 09 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે.
કરવામાં આવે છે. જો કે આ વર્ષે લોકસભા ચૂંટણીનું મતદાન હોવાના કારણે શિક્ષણ બોર્ડે રિઝલ્ટ થોડું વહેલું જાહેર કર્યું છે. આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંસર શીટ ચેક કરવાનું કામ પણ વહેલું પૂરું કરવામાં આવ્યું છે. આજે ધોરણ 12ના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ સવારે 09 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત બોર્ડ પરિણામ 2024 ગુરુવારે ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું જાહેર થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષામાં અંદાજે 4 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મે મહિનામાં લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.
વિદ્યાર્થીઓએ 33 ટકા માર્ક્સ મેળવવાના રહેશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ઇન્ટરમીડિયેટ સાયન્સ પ્રવાહની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ 33 ટકા માર્ક્સ મેળવવાના રહેશે.
કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું
વિદ્યાર્થીઓએ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ – gseb.org પર ઉપલબ્ધ સીધી પરિણામ લિંક પર ક્લિક કરવું. વિદ્યાર્થીએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ દાખલ કરવી પડશે. તેમજ સબમિટ કરવું. GSEB 12મા સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 2024 ગણતરીની કલાકોમાં જાહેર થવાનું છે.
અંદાજે 4 લાખ વિદ્યાર્થીઓએ આપી છે પરીક્ષા
ગુજરાત બોર્ડે માર્ચમાં ગણિત, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને જીવન વિજ્ઞાનની પરીક્ષા માટે HSC વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડી હતી. આ વર્ષે ગુજરાત બોર્ડની HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં લગભગ 4 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ હતી.
2023માં સાયન્સના રિઝલ્ટનું પરિણામ કેવું રહ્યું ?
ગયા વર્ષે ગુજરાત બોર્ડ 12મા સાયન્સના રિઝલ્ટમાં કુલ 83.22 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 2022માં સાયન્સના રિઝલ્ટનું પરિણામ 72.02 ટકા આવ્યું હતું. કોરોના મહામારીને કારણે 2021માં પરીક્ષા લેવામાં આવી ન હતી અને પરિણામ 100 ટકા નોંધાયું હતું. સાયન્સ રિઝલ્ટનું પરિણામ 2020માં 71.34% અને 2019માં 71.9% રહ્યું હતું.