Gujarat
ભીમપુરા ત્રણ રસ્તાથી સિંધરોટ ચાર રસ્તા સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત
કલેક્ટર બીજલ શાહે વૈકલ્પિક ડાયવર્ઝનવાળો રસ્તો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું વડોદરા જિલ્લામાં ગોત્રી-સેવાસી-સિંધરોટ રોડ પર થીન વ્હાઈટ ટોપીંગ દ્વારા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી સદર રસ્તા પર ભીમપુરા ત્રણ રસ્તાથી સિંધરોટ ચાર રસ્તા સુધીનો રોડ તા. ૨૯/૦૯/૨૦૨૪ સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે કલેક્ટર બીજલ શાહે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધિત રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે નીચે મુજબનો ડાયવર્ઝનવાળો રસ્તો ઉપયોગમાં લેવા આદેશ કર્યો છે.
- વડોદરાથી આણંદ, અનગઢ, કોટણા જવા માટે ભીમપુરા ગામથી શેરખી જવાના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
- આણંદ, અનગઢ, કોટણાથી વડોદરા જવા માટે સિંધરોટ ચાર રસ્તા કોયલી તરફ વળી શેરખી જવાના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
- સિંધરોટ ગામના સ્થાનિક વ્યક્તિઓ માટે ગામમાં જવા તથા આવવા માટે કામગીરી દરમિયાન એન્ટ્રી તથા એક્ઝીટ પોઈન્ટ છોડવામાં આવશે.
આ જાહેરનામાનાં કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.